ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જુલાઈ 2021
સોમવાર
સંજય ગાંધી નેશનલ પાર્કમાં વરસાદને કારણે વન્ય સૃષ્ટિને ભારે નુકસાન પહોંચ્યું છે. અનેક પશુઓ જંગલમાંથી બહાર નીકળી આવ્યા છે. સંજય ગાંધી નેશનલ પાર્કમાં થી એક હરણ પાણીમાં તણાઇને શાંતિવન સુધી પહોંચી ગયું. અહીં રેસિડન્સ કોલોનીમાં તે લાંબા સમય સુધી તરતું રહ્યું. લોકોએ આ હરણને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે માણસોથી દુર ભાગતું રહ્યું.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જુઓ વિડિયો…
