Site icon

ઈઝરાયલના ઝેબ્રાએ મુંબઈમાં સિંહોનો રસ્તો રોક્યો- શી રીતે- જાણો અહીં

News Continuous Bureau | Mumbai

મુંબઈગરાને ભાયખલામાં(Byculla) આવેલા રાણીબાગમાં(Ranibagh) તેમ જ બોરીવલી(Borivli) આવેલા સંજય ગાંધી નેશનલ પાર્કમાં(Sanjay Gandhi National Park) ગુજરાતના(Gujarat) સિંહોના(lions) દર્શન કરવા માટે હજી રાહ જોવી પડવાની છે. હકીકતમાં વિદેશ વ્યાપાર મંત્રાલયે(Ministry of Foreign Trade) ઈઝરાયલથી(Israel) ઝેબ્રાના લાવવાની મંજૂરી નહીં આપતા તેની અસર ગુજરાતમાંથી આવનારા સિંહોને થઈ છે.

Join Our WhatsApp Community

ગુજરાતથી સિંહના બદલામાં મુંબઈ મહાનગરપાલિકા(BMC) તેમને ઈઝરાયલથી ઝેબ્રાની જોડી લાવી આપવાની હતી. જોકે ફરી એક વખત આ કામમાં વિઘ્ન આવી ગયું છે.

આફ્રિકન હોર્સ સિકનેસ(African Horse Sickness) નામની બીમારી ઇઝરાયલ દેશમાં પ્રાણીઓમાં ફેલાઈ છે. દેશમાં આ રોગના ફેલાવાને રોકવા(રોગના ફેલાવાને રોકવા Prevent the spread of disease) માટે, વિદેશ વેપાર મંત્રાલયે ઝેબ્રાની આયાત(Import of Zebra) કરવાની પરવાનગી નકારી કાઢી હોવાનું માનવામાં આવે છે. ઝેબ્રાની બે જોડીના બદલામાં રાણીબાગને ગુજરાતમાંથી (Gujarat) સિંહની બે જોડી મળવાની છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરનો આજનો મોસમ આવો રહેશે- હવામાન વિભાગે કર્યો છે આ વર્તારો

ગયા વર્ષે ઈઝરાયલથી ગોરખપુર(Gorakhpur), લખનૌ(Lucknow) અને કાનપુરના(Kanpur) પ્રાણી સંગ્રહાલયમાં(zoo) ઝેબ્રા આવ્યા હતા. આ વર્ષે રાણીબાગ પ્રશાસને ઝેબ્રા લાવવાનું વિચાર્યું પરંતુ  આ વર્ષે  આફ્રિકન હોર્સ સિકનેસ બીમારીને કારણે અન્ય દેશમાંથી ઝેબ્રા લાવવાનો વિચાર કર્યો હતો. જોકે વિમાનમાં મુસાફરીના સમયને ધ્યાનમાં લેતા, અમેરિકા અથવા અન્ય દેશોમાંથી ઝેબ્રાને ભારતમાં લાવવું મુશ્કેલ બનશે એવું માનવામાં આવે છે. આ દરમિયાન ઇઝરાયેલ દેશે વિદેશ વ્યાપાર મંત્રાલયને આશ્વાસન આપ્યું છે કે ભારતમાં આ રોગ નહીં ફેલાય.

બોરીવલી સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં જેસ્પા અને રવિન્દ્ર બે નર સિંહ છે. તેમાંથી રવિન્દ્ર (17) સંધિવાને કારણે હંમેશા જમીન પર પડેલો રહે છે. એવી આશંકા છે કે વૃદ્ધાવસ્થાને કારણે રવીન્દ્રનું ગમે ત્યારે  મૃત્યુ થઈ જશે. જેસ્પા પણ 11 વર્ષની છે. જેસ્પા પણ હવે તેની ઉંમરને કારણે સમાગમ માટે યોગ્ય નથી. આ પાર્કમાં સિંહની જોડીની તાતી જરૂરિયાત છે. અન્યથા લાયન સફારીમાં થોડા સમય બાદ સિંહ જોવા ન મળે તેવી સ્થિતિ છે.

આફ્રિકન હોર્સ સિકનેસ પ્રાણીઓમાં આફ્રિકન હોર્સ સિકનેસ વાયરસને કારણે થાય છે. આ રોગ જંતુ વેક્ટર્સ દ્વારા ફેલાય છે. આ રોગ ક્યુલેક્સ, એનોફિલીસ અને એડીસ જેવા મચ્છરની પ્રજાતિઓ દ્વારા પણ ફેલાય છે. કેટલીકવાર આ રોગના ફેલાવાને કારણે પ્રાણીઓ મૃત્યુ પામે છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરના આ વિસ્તારોમાં હવે કાયમી ધોરણે હોર્ન નહીં વગાડી શકાય-ટ્રાફિક પોલીસનો નવો પરિપત્ર

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version