Site icon

પર્યાવરણ પ્રેમીઓની માગ : ચારકોપના આ વિસ્તારને પક્ષી અભયારણ્ય જાહેર કરો; મુખ્યપ્રધાન સહિત વડા પ્રધાનને પણ લખ્યો પત્ર, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૬ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

શહેરની નદીઓના કાયાકલ્પ માટે કામ કરતી સંસ્થા રિવર માર્ચ સાથે સંકળાયેલા કાર્યકરોએ દરખાસ્ત કરી છે કે ચારકોપમાં આવેલા લોકપ્રિય ટર્ઝન પોઇન્ટ તળાવ જ્યાં અનેક પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે, તેને પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવે. સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે છેલ્લાં કેટલાક સમયથી અમુક લોકો પર્યાવરણ પ્રેમીઓને તળાવની નજીક જંગલમાં પ્રવેશવા રોકે છે.

ચારકોપના રહેવાસી પર્યાવરણ પ્રેમી મિલી શેટ્ટીન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે “આ વિસ્તારમાં પુષ્કળ પક્ષીઓ, સરીસૃપ અને સમૃદ્ધ ઇકોલોજી સાથેનું એક અવિશ્વસનીય સુંદર જંગલ આવેલું છે.” પર્યાવરણ અને પ્રાણી પ્રેમીઓએ અહી ૧૫૦ વિવિધ જાતના પક્ષીઓ હોવાનો દાવો કર્યો છે. ઉપરાંત આ લેક પાસે એક દુર્લભ પક્ષી બીટર્ન પણ બે દાયકા બાદ દેખાયું હતું.

પર્યાવરણની ઐસી કી તૈસી! સરકારની બેદરકારીને પગલે આ વર્ષે પણ ગણપતિબાપ્પાની મૂર્તિ પ્લાસ્ટર ઑફ પૅરિસની જ; જાણો વિગત

અગાઉ પર્યાવરણ પ્રેમીઓ અહી અવારનવાર જતા હતા, પરંતુ છેલ્લાં છ મહિનાથી તેમને હવે અમુક લોકો પ્રવેશવા દેતા નથી અને આ ખાનગી માલિકીની જમીન હોવાનું કહે છે. ઉપરાંત ત્યાં આ બાબતે બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. મિલીએ આ વિસ્તારને કાનૂની સંરક્ષણ આપી અને પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવે તે માટે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 2018માં, શેટ્ટીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ અંગે પત્ર લખ્યો હતો અને ચારકોપના લગભગ 200 હેક્ટર જંગલ પેચને પક્ષી અભયારણ્ય જાહેર કરવા વિનંતી કરી હતી. ટર્ઝન પોઇન્ટ તળાવ પાસે નયનગમ્ય દૃશ્ય ઉપરાંત અને પક્ષીઓ પણ જોવા મળે છે.

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version