Site icon News Continuous Bureau | Mumbai

બાપરે! કોરોના બાદ મુંબઈગરાના માથા પર ઊભું થયું આ નવું સંકટ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી છે, પરંતુ પાણીજન્ય કહેવાતી બીમારી ડેન્ગ્યુ, મલેરિયા, ગૅસ્ટ્રો તેમ જ લેપ્ટો જેવી બીમારીઓએ મુંબઈમાં માથુ ઊંચક્યું છે. એક મહિનામાં આ બીમારીના કેસ બમણા થઈ જતાં મુંબઈ મહાનગરપાલિકાની ચિંતામાં વધારો થયો છે. જોકે સદનસીબે અત્યાર સુધી આ બીમારીથી એકનું પણ મૃત્યુ થયું નથી.

પાલિકાના આરોગ્ય ખાતાના જણાવ્યા મુજબ 2020ની સાલના આખા વર્ષમાં મલેરિયાના 5,007 દર્દી નોંધાયા હતા અને એકનું મોત થયું હતું. લેપ્ટોના 240 દર્દી અને આઠનાં મોત, ડેન્ગ્યુના 129 દર્દી અને ત્રણનાં મોત તો ગૅસ્ટ્રોના 2,549 દર્દી નોંધાયા હતા. જ્યારે સ્વાઇન ફ્લૂના 44 દર્દી નોંધાયા હતા. એની સામે આ વર્ષે ફક્ત છ મહિનામાં એટલે કે પહેલી જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધીમાં ગૅસ્ટ્રોના 2,318 કેસ નોંધાયા છે. લેપ્ટોના 96, ડેન્ગ્યુના 77, ગૅસ્ટ્રોના 1,572 તો સ્વાઇનફ્લૂના 28 દર્દી મળી આવ્યા છે, જેમાં લેપ્ટોના કારણે એક દર્દીનું મૃત્યુ થયું છે.

મુંબઈમાં કોરોનાના નિયમો હળવા થતા નવા દર્દીની સંખ્યામાં થયો નોંધપાત્ર વધારો, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ  આવ્યા સામે; જાણો આજના નવા આંકડા

પાલિકાના આરોગ્ય ખાતાના કહેવા મુજબ જુલાઈ મહિનામાં થયેલી અતિવૃષ્ટિને કારણે અનેક ઠેકાણે પાણી ભરાયાં હતાં. એથી વરસાદનાં પાણી ઠેરઠેર ભરાઈ જવાને કારણે મચ્છરનો ઉપદ્રવ વધી જતાં મલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારીનું પ્રમાણ વધી ગયું છે. જૂન મહિનામાં મલેરિયાના 357 દર્દી સામે જુલાઈમાં આ આંકડો 557 પર પહોંચી ગયો હતો. લેપ્ટોની સંખ્યા જૂનમાં 15 હતી, એ જુલાઈમાં 37 થઈ ગઈ છે. ડેન્ગ્યુના જૂનમાં 12 કેસ હતા, જે જુલાઈમાં 28 થઈ ગયા હતા. ગૅસ્ટ્રોનો આંકડો જૂનમાં 180 હતોએ જુલાઈમાં 294 થઈ ગયો હતો. સ્વાઇન ફ્લૂના જૂનમાં છ દર્દી સામે જુલાઈમાં આ આંકડો 21 પર પહોંચી ગયો હતો.

Shivaji Nagar Police શિવાજીનગર પોલીસની મોટી સફળતા હત્યાના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી આજીવન કેદની સજા
Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Marathi Language Compliance મરાઠી ફરજિયાત ઓટોટેક્સી ચાલકો પર ટ્રાફિક અને આરટીઓ વિભાગનો મોટો સપાટો, હજારો ડ્રાઇવરોને ફટકારાઈ નોટિસ.
Kandivali Heroin Seizure કાંદિવલી પોલીસની મોટી સફળતા ૩.૨૫ કરોડનું હેરોઈન ઝડપાયું, ડ્રગ્સ દાણચોરી કરતા બે શખ્સો સળિયા પાછળ.
Exit mobile version