Site icon

માટુંગા સ્ટેશન પાસે થયેલી ટ્રેન દુર્ઘટનાનો ફટકો ‘આ’ પરીક્ષાર્થીઓને. પરીક્ષા કેન્દ્ર પર પહોંચતા પાંચથી દસ મિનિટનો વિલંબ થતા ઉમેદવારોને પ્રવેશ ન અપાયો.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મુંબઈ(Mumbai)ના માટુંગા સ્ટેશન (Matunga station)પાસે ટ્રેન દુર્ઘટનાના કારણે લોકલ ટ્રેન(Local train) વ્યવહાર ખોરવાઈ ગયો છે. ગઈ કાલે રાત્રે પુડુચેરી એક્સપ્રેસ ગડગ એક્સપ્રેસ સાથે અથડાતાં પુડુચેરી એક્સપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે ફાસ્ટ ટ્રેક પર ટ્રેન વ્યવહાર બંધ થઈ ગયો હતો. તેની અસર લોકલ અને લાંબા અંતરની ટ્રેનો પર પડી છે. જેનો ફટકો સામાન્ય મુંબઈકરોની સાથે કેટલાક પરીક્ષાર્થીઓને પણ પડ્યો છે. 

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, પોલીસ વિભાગ હેઠળ પીએસઆઈ(PSI)ની જગ્યા માટે આજે પરીક્ષા હતી. પરંતુ ટ્રેન દુર્ઘટનાના પગલે લોકલ ટ્રેન(Local Train) વ્યવહાર ખોરવાઈ જતા ઘણા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર(Exam Centre) પર પહોંચવામાં મોડું થવાને કારણે પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : માટુંગા રેલવે સ્ટેશન પાસે આ બે ટ્રેન વચ્ચે ગંભીર અકસ્માત, મધ્ય-રેલવે વિભાગ પર ટ્રેનસેવાને અસર; જુઓ વિડીયો, જાણો વિગતે 

પરીક્ષા કેન્દ્રની બહાર કેટલાય પોલીસ પરીક્ષાર્થીઓ ઉભા છે. તેમાંથી કેટલાકને માત્ર પાંચ મિનિટ અને કેટલાકને બે મિનિટના વિલંબને કારણે પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા નથી. આ તમામ ઉમેદવારો થાણે(Thane), નવી મુંબઈ(Navi Mumbai), પનવેલ(Panvek), કલ્યાણ(Kalyan)થી પહોંચ્યા હતા. 2017 બાદ અલબત્ત પાંચ વર્ષ બાદ વિભાગીય PSIની પરીક્ષા લેવાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. તેમ છતાં પ્રવેશ ન મળતાવિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો છે અને તેઓએ પરીક્ષા પુન: લેવા માંગ કરી છે.

આ સમાચાર પણ વાંચો મુંબઈમાં શિવસેના-મનસે વચ્ચેનું હોર્ડિંગ્સ યુદ્ધ વકર્યુ.. મનસે લગાવી દીધા અહીં હોર્ડિંગ્સ. શિવસેનાની થઈ ફજેતી.. જાણો વિગતે

એક્સપ્રેસ ટ્રેનને સ્લો ટ્રેક પર ડાયવર્ઝનને કારણે સ્લો ટ્રેનોનું શિડ્યુલ પણ ખોરવાઈ ગયું છે. ઝડપી લોકલ ટ્રાફિક ધીમો છે. જાણવા મળ્યું છે કે કલ્યાણથી CSMT ફાસ્ટ ટ્રેક સુધીની ટ્રેન સરેરાશ બે કલાકના વિલંબ સાથે દોડી રહી છે. ઘણી એક્સપ્રેસ ટ્રેનો પણ સરેરાશ બે કલાક મોડી દોડી રહી છે. મહાલક્ષ્મી એક્સપ્રેસ સવારે 7.15 વાગ્યે દાદર પહોંચે છે પરંતુ સવારે 8.55 વાગ્યે પહોંચી હતી.

Borivali Navratri 2025: વર્ષ ૨૦૨૫ની સુપરહિટ નવરાત્રી એટલે બોરીવલીની ‘રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’.
Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Exit mobile version