મુંબઈમાં બ્લોક બસ્ટર રેકોર્ડ. ડિસેમ્બરમાં પ્રોપર્ટી વેચાણના તમામ રેકોર્ડ તૂટયા.. જાણો વિગત. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

11 જાન્યુઆરી 2021 

કોરોનાની મંદી છતાં મુંબઈનું પ્રોપર્ટી માર્કેટ રોજ નવી ઊંચાઈ પાર કરી રહ્યું છે. મુંબઈના સ્થાવર મિલકતોના વેચાણમાં ડિસેમ્બર 2020નું નામ ચોક્કસ લેવાશે. કારણ એ છે કે રિયલ્ટી ઇતિહાસમાં પહેલીવાર મુંબઈએ 3 હજાર ના વેચાણનો આંક પાર કરી દીધો છે. 10 જાન્યુઆરી, 2021 સુધી, નોંધણી અને સ્ટેમ્પ્સ વિભાગ પાસેથી પ્રાપ્ત ડેટા મુજબ શહેરમાં કુલ 3,095 એકમોનું વેચાણ થયું છે. આ વેચાણથી રાજ્ય સરકારને 82.4 કરોડની આવક થઈ છે. 

જ્યારે સપ્ટેમ્બર 2020 માં 2% કરાયેલ સ્ટેમ્પ ડ્યુટીમાં હવે 1% નો વધારો કરવામાં આવ્યો છે. જેનો અર્થ એ કે હવે મુંબઇમાં જે કોઈ ઘરની નોંધણી કરાવશે તેણે 1 જાન્યુઆરીથી 31 માર્ચ, 2021 સુધીમાં 3% સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડશે. નોંધપાત્ર વાત એ છે કે ગયાં વર્ષે જાન્યુઆરી 2020 માં આખા મહિનામાં રૂ .454 કરોડનું ઉત્પાદન થયું હતું જેમાં કુલ 6150 યુનિટનું વેચાણ થયું હતું. 

હવે વાંચકોને સવાલ થશે કે જાન્યુઆરીના વેચાણના આંકડા કેમ મહત્વપૂર્ણ છે? જેનું મુખ્ય કારણ એ છે કે જાન્યુઆરી 2021થી, સ્ટેમ્પ ડ્યુટીમાં 1% નો વધારો કરવામાં આવ્યો છે, મુંબઈ જેવા શહેરોમાં હવે તે 3% છે અને તેથી, આ ચિંતા ઉભી થઇ છે. જો કે, નોંધણી કચેરીઓના આંકડા પ્રોત્સાહક છે, 

10 દિવસમાં 3,095 એકમોનું વેચાણ, જેમાં બે શનિવાર અને બે રવિવાર હતા, આમ છતાં આંકડા ઉત્સાહજનક છે. હોમબાયર્સ ખરીદી કરી રહ્યા છે અને સ્ટેમ્પ ડ્યુટી માટે  અને બિલ્ડર સારી સારી ઓફર્સ આપી ગ્રાહકો ખેંચી રહયાં છે. એમ એક રિયલ્ટી બ્રોકરે જણાવ્યું હતું.

Exit mobile version