Site icon

Dharavi Redevelopment: ધારાવીમાં સર્વેક્ષણ પ્રક્રિયામાં વિક્ષેપ પાડતા કાર્યકારો સામે સ્થાનિકો બન્યા હવે આક્રમણ.. જાણો વિગતે…

Dharavi Redevelopment: સ્થાનિક લોકોના આ આક્રમક વલણને જોઈને ડીબીએના કાર્યકર્તાઓ ત્યાંથી ભાગી ગયા હતા અને ત્યારપછી ઘરોને નંબર આપવાની પ્રક્રિયા ફરીથી સરળતાથી શરૂ થઈ હતી. આ ઘટના ગઈકાલે સવારે બની હતી.

Dharavi Redevelopment In Dharavi, the locals attacked the activists who were disrupting the survey process

Dharavi Redevelopment In Dharavi, the locals attacked the activists who were disrupting the survey process

  News Continuous Bureau | Mumbai 

Dharavi Redevelopment: ધારાવીમાં સર્વે ( Dharavi Survey )  થયા બાદ જ આગામી પુનઃવિકાસની પ્રક્રિયા ઝડપી બનશે અને રહેવાસીઓ પોતાના હકનું મકાન મેળવી શકાશે. તેથી, પ્રક્રિયામાં ખલેલ પહોંચડનારા, ડિફેન્સ મૂવમેન્ટ ( Defense Movement )ના કાર્યકરોને ધારાવીના સ્થાનિકોએ અહીંથી દૂર કર્યા હતા. બુધવારે સવારે જ્યારે ધારાવીના સેક્ટર 2ના રાજીવ ગાંધી નગર વિસ્તારમાં ઘરોને નંબર આપવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે DBAના કાર્યકરો ત્યાં પહોંચ્યા અને પ્રક્રિયાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ સમય દરમિયાન આ કથિત કાર્યકર્તાઓએ ચાલમાં અહીં જઈને સ્થાનિક લોકોને પુનઃવિકાસ વિરુદ્ધ ઉશ્કેરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોએ આક્રમક વલણ અપનાવ્યું હતું અને આ કથિત કાર્યકર્તાઓ પાસે આ પ્રક્રિયા શા માટે અટકાવવામાં આવી રહી છે તે અંગે જવાબ માંગ્યો હતો. 

Join Our WhatsApp Community

સ્થાનિક લોકોના આ આક્રમક વલણને જોઈને ડીબીએના કાર્યકર્તાઓ ( Defense Movement Activists ) ત્યાંથી ભાગી ગયા હતા અને ત્યારપછી ઘરોને નંબર આપવાની પ્રક્રિયા ફરીથી સરળતાથી શરૂ થઈ હતી. આ ઘટના ગઈકાલે સવારે બની હતી. 

 Dharavi Redevelopment: ગયા વર્ષથી અહીં પુનઃવિકાસની આ  પ્રક્રિયાએ વેગ પકડ્યો છે…

આ અંગે સ્થાનિકોએ ( Dharavi Residents )  પ્રતિક્રિયા આપતા નિવેદનમાં કહ્યું હતું કે, અમે ઘણા વર્ષોથી આ મકાનોમાં રહીએ છીએ. ગયા વર્ષથી અહીં પુનઃવિકાસની આ  પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. પરંતુ કેટલાક લોકો બિનજરૂરી રીતે લોકોમાં ભ્રમ પેદા કરવાનો અહીં પ્રયાસ કરી રહ્યા છે. આ ખોટા વિરોધને કારણે અગાઉ પણ સર્વેની પ્રક્રિયા બંધ થઈ ગઈ હતી. જેઓ આ પુનઃવિકાસનો વિરોધ કરે છે તેઓ અમને આ ચાલમાંથી બહાર કાઢીને નવા મકાનો આપશે? 

આ સમાચાર પણ વાંચો  : CM Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં વરસાદની પ્રવર્તમાન સ્થિતિની કરી સમીક્ષા

આ સંદર્ભે અન્ય એક સ્થાનિકે મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે,  સ્થાનિક લોકોની લાગણીને ધ્યાનમાં લીધા વિના કોઈપણ કારણ વિના અમને જ્ઞાન શીખવનારા આ કહેવાતા કાર્યકરોને અમે હવે હાંકી કાઢ્યા છે. અમે કોઈપણ રાજનીતિમાં પડવા માંગતા નથી. અમને ધારાવીના પુનઃવિકાસની વહેલી તકે જરૂર છે. સરકારે અમારી લાગણીઓને ધ્યાનમાં લેવી જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે આ મામલે યોગ્ય પગલાં લેવા જોઈએ, એમ સ્થાનિકોએ જણાવ્યું હતું.

Cooper Hospital rats: કૂપર હોસ્પિટલમાં ઉંદરના ત્રાસની સમસ્યાઓ પર ફરિયાદ મળતા પાલિકા સફાળી જાગી. હવે ઉંદર પકડવાના કામમાં વ્યસ્ત.
Mumbai Reservoirs Full: મુંબઈના જળાશયોમાં જળસંગ્રહ વિક્રમી સપાટીએ, નાગરિકોની પાણીની ચિંતા હળવી
Mumbai Pawai: મુંબઈના પવઈ વિસ્તારમાં નશામાં ધૂત શખ્સે મહિલા ડોક્ટર પર હુમલો કર્યો. ગાડીને નુકસાન પહોંચાડ્યું
Nikita Ghag news: જાણીતા બોલિવૂડ પ્રોડ્યુસર પર અભિનેત્રી અને તેના સાગરિતો દ્વારા ₹૧૦ લાખની ખંડણીની માંગણી સંદર્ભે પોલીસ ફરીયાદ નોંધાઈ.
Exit mobile version