મુંબઈ શહેરના ધારાવીમાં આશરે ૩૭ દિવસ પછી ડબલ ડિજિટ માં કોરોના ના કેસ નોંધાયા છે. અહીં ગઈ કાલે દસથી વધુ કોરોના ના કેસ સામે આવ્યા.
અત્યાર સુધી ધારાવીમાં કુલ મળીને 4041 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી હાલ 33 પોઝિટિવ કેસ છે.
મિશન ધારાવી સંદર્ભે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પ્રશંસા કરી હતી.હવે કોરોના ની બીજી લહેર વખતે ધારાવીમાં વધુ એક વખત પોઝિટિવ કેસ નોંધાવા માંડયા છે.
