Site icon News Continuous Bureau | Mumbai

Dharavi Murder Case:ધારાવીમાં નજીવી બાબતે મિત્રએ જ મિત્રની કરી હત્યા: બાઇક પાર્કિંગનો વિવાદ લોહિયાળ ખેલમાં પરિણમ્યો

Dharavi Murder Case:પાર્કિંગ જેવી મામૂલી વાતમાં ઉગ્ર બોલાચાલી બાદ જીવલેણ હુમલો, પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી; સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત.

Dharavi Shocking Murder: Minor Bike Parking Dispute Leads to Friend Killing Friend; Police Increase Security in the Area

Dharavi Shocking Murder: Minor Bike Parking Dispute Leads to Friend Killing Friend; Police Increase Security in the Area

News Continuous Bureau | Mumbai

Dharavi Murder Case:મુંબઈના ગીચ ગણાતા ધારાવી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બાઇક પાર્કિંગ જેવી સામાન્ય બાબતે મિત્રો વચ્ચે થયેલી તકરાર હત્યા સુધી પહોંચી ગઈ છે. આવેશમાં આવીને એક યુવકે તેના જ મિત્ર પર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો છે. આ ઘટના બાદ વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાતા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે.

Join Our WhatsApp Channel

સાંકડી ગલીમાં પાર્કિંગનો વિવાદ અને હિંસક હુમલો

પ્રાપ્ત વિગતો મુજબ, પીડિત અને આરોપી બંને એકબીજાના જૂના પરિચિત અને મિત્રો હતા. ધારાવીના એક સાંકડા મહોલ્લામાં બાઇક ક્યાં પાર્ક કરવી તે બાબતે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. દલીલો એટલી ઉગ્ર બની કે બંને વચ્ચે ઝપાઝપી થઈ અને આવેશમાં આવીને આરોપીએ પીડિત યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.

 ધારાવીમાં તણાવ અને પોલીસ બંદોબસ્ત

હત્યાની આ ઘટના બાદ ધારાવી વિસ્તારમાં તણાવ પ્રસર્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધારાવી પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓએ તાત્કાલિક અસરથી સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત (Police Bandobast) તૈનાત કરી દીધો છે. પોલીસની ટુકડીઓ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને શાંતિ જાળવવા માટે સ્થાનિકોને અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: Kalyan Railway Station Drama: કલ્યાણ રેલ્વે સ્ટેશન પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: ૨૫,૦૦૦ વોલ્ટના વીજ પોલ પર શખ્સ ચઢી જતાં મચી દોડધામ

આરોપી વિરુદ્ધ BNS હેઠળ ગુનો દાખલ

ધારાવી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપીને કસ્ટડીમાં લઈ લીધો છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની હત્યાની ગંભીર કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ અત્યારે આ મામલે વધુ પુરાવા એકત્ર કરી રહી છે અને ઘટના સમયે ત્યાં હાજર અન્ય લોકોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. નજીવી બાબતે થયેલી આ હત્યાએ સ્થાનિક રહીશોમાં ચિંતા અને અરેરાટી ફેલાવી દીધી છે.

Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Central Railway Platform Ticket Restriction મધ્ય રેલવેનો મોટો નિર્ણય તહેવારોની ભીડ નિયંત્રિત કરવા મુખ્ય સ્ટેશનો પર આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
Ticket Checker Attacked on Mumbai Local અંધેરી રેલવે સ્ટેશન પર હાઈડ્રામા વિરાર ફાસ્ટ લોકલમાં ટિકિટ વગર ઝડપાયેલી મહિલાએ લેડી TCને લોહીલુહાણ કરી નાખી
Borivali BEST Depot Plot Demolition બોરીવલી પૂર્વમાં BEST બસ ડેપોના અનામત પ્લોટ પર પાલિકાનું બુલડોઝર ફર્યું ૨૭ ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો જમીનદોસ્ત
Exit mobile version