News Continuous Bureau | Mumbai
એશિયાની (Asia) સૌથી મોટી ઝૂંપડપટ્ટી (Slum) મુંબઈમાં અત્યંત વ્યૂહાત્મક સ્થળ એવા ધારાવી રિડેવલપ પ્રોજેક્ટની (Dharavi Redevelopment Project) કામગીરી ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે. કારણ કે અદાણી ગ્રૂપે (Adani Group) પણ મહારાષ્ટ્ર સરકાર (Government of Maharashtra) દ્વારા નવા શરૂ કરાયેલા ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની રેસમાં ઉતર્યું છે. અદાણી ગ્રૂપ ઉપરાંત અન્ય બે ડેવલપર્સે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ટેન્ડર ભર્યા છે.
ધારાવી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી તરીકે ઓળખાય છે. તે સિવાય ધારાવીમાં વિવિધ પ્રકારના લઘુ ઉદ્યોગો (Small Industries) છે. તેથી મુંબઈ અને દેશના અર્થતંત્રની (economy) દૃષ્ટિએ ધારાવીનું ઘણું મહત્વ છે. ધારાવી રિડેવલપમેન્ટની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી. મહાવિકાસ આઘાડી સરકારે (Maha Vikas Aghadi Govt) ઓક્ટોબર 2020 માં અગાઉની સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ટેન્ડર પ્રક્રિયાને રદ કરી દીધી હતી. જે બાદ ફરીથી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે . મહાવિકાસ આઘાડીની સરકાર હટી ગયા પછી, શિંદે-ફડણવીસ સરકારે ધારાવીના પુનઃવિકાસ માટે નવી ટેન્ડર પ્રક્રિયા લાગુ કરી હતી.
આ સમાચાર પણ વાંચો: દુઃખદ… મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર થયો ભયંકર અકસ્માત, કાર અથડાતા એક જ પરિવારના આટલા સભ્યોના ઘટના સ્થળે જ નિપજ્યા મોત
ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયામાં ત્રણ ડેવલપર્સે ભાગ લીધો છે. અદાણી ગ્રુપ (Adani Group) , નમન ગ્રુપ (Naman Group) અને ડીએલએફ કંપનીએ (DLF Company) ધારાવી રીડેવલપમેન્ટમાં રસ દાખવ્યો છે. લગભગ 600 એકર જમીન પર લાખો નાગરિકોનું પુનર્વસન (Rehabilitation) કરવામાં આવશે. આ પ્રોજેક્ટ 23 હજાર કરોડ રૂપિયાનો થવાનો છે. મુંબઇ મેટ્રોપોલિટન ઓથોરિટી કમિશનર (Mumbai Metropolitan Authority Commissioner) શ્રીનિવાસને માહિતી આપી છે કે આ ડેવલપર્સ આ પ્રોજેક્ટ માટે યોગ્ય છે કે કેમ તે અંગેના દસ્તાવેજો હવે તપાસવામાં આવશે.
જૂના મુંબઈમાં ધારાવી મુંબઈ શહેરની બહારનું સ્થળ હતું. આ જગ્યાએ ખાડી, ડમ્પિંગ ગ્રાઉન્ડ હતું. તે સિવાય ચામડાનો ઉદ્યોગ મોટા પાયે થતો હતો. જેમ જેમ શહેરનો વિકાસ થતો ગયો તેમ તેમ આ જગ્યાએ ઝૂંપડાઓની સંખ્યા વધવા લાગી. આ સાથે નાના પાયાના ઉદ્યોગોની સંખ્યા વધવા લાગી. હાલમાં ધારાવી મુંબઈમાં એક ખૂબ જ વ્યૂહાત્મક સ્થાન છે જેમાં એક બાજુ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ છે અને અહીંથી શહેરના કોઈપણ ભાગમાં જઈ શકાય છે. તેથી ધારાવીના પુનઃવિકાસ પછી આ વિસ્તાર અને મુંબઈનો ચહેરો બદલાઈ જશે. ધારાવીમાં મોટી સંખ્યામાં નાના-મોટા ઉદ્યોગો છે અને માત્ર રાજ્ય જ નહીં દેશભરમાંથી મુંબઈ આવેલા લોકો ધારાવીમાં સ્થાયી થયા છે. ધારાવીમાં અંદાજે 10 લાખ નાગરિકો રહે છે.