Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Piracy:‘ધુરંધર 2’ પાયરેસીનો શિકાર: ₹50 માં ફિલ્મ લીક કરનારી ટેલિગ્રામ ગેંગ વિરુદ્ધ સાયબર પોલીસની FIR

Dhurandhar 2 Piracy:આદિત્ય ધરની મલ્ટીસ્ટારર ફિલ્મ રિલીઝ થતા જ પાયરેસી માફિયાઓ સક્રિય; પેઇડ ગ્રુપ્સ બનાવી એચડી (HD) લિંક વેચનારાઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર સાયબર પોલીસની લાલ આંખ.

Dhurandhar 2 Piracy: Maharashtra Cyber Police files FIR against Telegram gang selling film for Rupees 50.

Dhurandhar 2 Piracy: Maharashtra Cyber Police files FIR against Telegram gang selling film for Rupees 50.

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Piracy: બોલિવૂડના જાણીતા દિગ્દર્શક આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવન્જ’ (Dhurandhar: The Revenge) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, પરંતુ બીજી તરફ પાયરેસી માફિયાઓએ ફિલ્મ પ્રોડક્શન હાઉસને મોટું નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું છે. ટેલિગ્રામ પર માત્ર ₹૫૦ જેવી નજીવી રકમ વસૂલીને ફિલ્મની ગેરકાયદે લિંક અને ફાઇલ વેચનારાઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર સાયબર પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી છે. ફિલ્મના પ્રોડક્શન હાઉસની સત્તાવાર ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.સાયબર પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પાયરેસી ગેંગે અત્યંત વ્યવસ્થિત રીતે આ રેકેટ ચલાવ્યું હતું. ટેલિગ્રામ પર ખાસ ‘પેઇડ ગ્રુપ્સ’ બનાવીને મેમ્બર્સને આકર્ષક મેસેજ દ્વારા લલચાવવામાં આવતા હતા. ફિલ્મ રિલીઝ થયાના ગણતરીના કલાકોમાં જ તેની નકલ સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો પર વહેતી કરી દેવામાં આવી હતી.

Join Our WhatsApp Channel

યુપીઆઈ (UPI) થી પેમેન્ટ અને એચડી લિંકનો ખેલ

આ ગેંગ યુઝર્સ પાસેથી યુપીઆઈ (UPI) મારફતે માત્ર ₹૫૦ મેળવ્યા બાદ તેમને ફિલ્મની હાઈ-ડેફિનેશન (HD) લિંક અથવા ડાઉનલોડ ફાઇલ પૂરી પાડતી હતી. આ પાયરેસીને કારણે ફિલ્મના ઓટીટી (OTT) અને થિયેટર કલેક્શન પર માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. સાયબર પોલીસે આ ડિજિટલ ટ્રાન્ઝેક્શનના આધારે આરોપીઓ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર પણ વાંચો : Thane Crime:થાણેમાં નરાધમની શરમજનક કરતૂત: બાંધકામ સાઇટ પર ૭ વર્ષની બાળકી પર અત્યાચાર, આરોપી ઝડપાયો

કોપીરાઇટ અને આઈટી એક્ટ હેઠળ FIR

મહારાષ્ટ્ર સાયબર પોલીસે આ મામલે કોપીરાઇટ એક્ટની કલમ ૫૧ અને આઈટી એક્ટ (IT Act) ની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર (FIR) દાખલ કરી છે. પોલીસની ટીમ હાલમાં તે ટેલિગ્રામ ગ્રુપના એડમિનિસ્ટ્રેટર્સ અને જે બેંક એકાઉન્ટમાં પૈસા જમા થયા છે તેના ડિજિટલ ફૂટપ્રિન્ટ શોધી રહી છે. સાયબર નિષ્ણાતોની મદદથી આ લિંક્સ ક્યાંથી જનરેટ થઈ છે તેનું ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે.

પાયરેસી કરનારાઓને પોલીસની ચેતવણી

પોલીસે નાગરિકોને પણ ચેતવણી આપી છે કે પાયરેટેડ કન્ટેન્ટ જોવું અથવા તેનું વિતરણ કરવું એ ગુનો છે. આવા ગેરકાયદેસર ગ્રુપ્સમાં જોડાવાથી યુઝર્સનો પર્સનલ ડેટા પણ ચોરી થવાનું જોખમ રહેલું છે. સાયબર સેલે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે પાયરેસીમાં સંડોવાયેલા શખ્સો સામે આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Fake APK Scam મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, નકલી APK થી ₹150 કરોડની છેતરપિંડી કરનાર સોફ્ટવેર ડેવલપર આ રાજ્યમાંથી ઝડપાયો
Borivali PSI Trapped By ACB ધરપકડ ટાળવા ₹1.30 લાખની લાંચ લેતા બોરીવલીના PSI એસીબીના સકંજામાં પોલીસ સ્ટેશન પરિસરમાં જ છટકું ગોઠવી ઝડપી લીધા
Lost Mobile Traced Khar Cyber Team ગુમ થયેલો મોબાઈલ સાયબર ટીમે શોધી મૂળ માલિકને પરત સોંપ્યો ખાર પોલીસની પ્રશંસનીય કામગીરી
Hydroponic Weed Seized Mumbai Airport મુંબઈ એરપોર્ટ પર ₹4.12 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કુઆલાલમ્પુરથી આવેલો પેસેન્જર જેલભેગો
Exit mobile version