News Continuous Bureau | Mumbai
Dia Mirza BMC Diwali Video Controversy મુંબઈમાં દિવાળીના પર્વ નિમિત્તે પ્રદૂષણ મુક્ત અને સુરક્ષિત ઉજવણી માટે બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (Brihanmumbai Municipal Corporation BMC) દ્વારા જારી કરવામાં આવેલા એક જાગૃતિ વીડિયોને લઈને મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. બોલિવૂડ અભિનેત્રી અને પર્યાવરણ પ્રેમી દીયા મિર્ઝાના (Dia Mirza) વીડિયો સંદેશ સામે શાસક પક્ષના સ્થાનિક નેતૃત્વ તરફથી આકરો વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ પાલિકા પ્રશાસને તેને પોતાના તમામ સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દીધો છે. પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યના હિતમાં બનાવેલા વીડિયોને હટાવી લેવાતાં અભિનેત્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે, જ્યારે આ મુદ્દે હવે વિરોધ પક્ષો અને નાગરિક સંગઠનો વચ્ચે પણ ચર્ચા તેજ બની છે.
Dia Mirza BMC Diwali Video Controversy – ફટાકડાથી થતાં અવાજ અને વાયુ પ્રદૂષણ સામે સાદગીપૂર્ણ અપીલ
પાલિકા દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં દીયા મિર્ઝાએ મુંબઈકરોને પ્રદૂષણ મુક્ત રીતે તહેવાર ઉજવવાની વિનંતી કરી હતી. તેમણે સંદેશમાં જણાવ્યું હતું કે દિવાળીની ખુશીઓ મનાવતી વખતે નાગરિકોએ પર્યાવરણ અને પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ. ફટાકડાના ધુમાડા અને ઘોંઘાટથી થતું વાયુ પ્રદૂષણ (Air Pollution) તેમજ ધ્વનિ પ્રદૂષણ (Noise Pollution) દરેક નાગરિકના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે, જેથી અવાજ કરવાને બદલે પ્રેમ અને ખુશીઓ સાથે તહેવાર ઉજવવો જોઈએ. બોમ્બે હાઈકોર્ટના (Bombay High Court) આદેશ મુજબ જાહેર રસ્તાઓ અને ફૂટપાથ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવાથી પાલિકાએ આ વીડિયો પોસ્ટ કર્યો હતો.
Dia Mirza BMC Diwali Video Controversy – ભાજપ નેતા અમિત સાટમનો વાંધો અને વીડિયો ડિલીટ કરવાની કાર્યવાહી
આ વીડિયો જાહેર થયાના થોડા જ કલાકોમાં મુંબઈ ભાજપના નેતા અને ધારાસભ્ય અમિત સાટમે (Ameet Satam) સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે નાગરિકોને પોતાની પરંપરાઓ અને સંસ્કૃતિ મુજબ દિવાળી ઉજવવા માટે કોઈ અભિનેત્રીના જ્ઞાનની જરૂર નથી. આ રાજકીય વિરોધના પગલે પાલિકા વહીવટી તંત્ર પર દબાણ વધતાં અધિકારીઓએ કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપ્યા વિના દીયા મિર્ઝાનો વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી તાત્કાલિક ડિલીટ (Deleted) કરી દીધો હતો. જોકે, આ જ અભિયાન હેઠળ શૂટ કરાયેલા માધુરી દીક્ષિત અને ક્રિકેટર અજિંક્ય રહાણેના જાગૃતિ સંદેશાઓ પાલિકાના પેજ પર યથાવત રાખવામાં આવ્યા છે.
Dia Mirza BMC Diwali Video Controversy – ‘કોઈ ફી લીધી નહોતી’: અભિનેત્રીએ વ્યક્ત કરી નારાજગી
પોતાનો વીડિયો હટાવી લેવાયા બાદ શરૂ થયેલી રાજકીય ખેંચતાણ પર પ્રતિક્રિયા આપતાં દીયા મિર્ઝાએ સ્પષ્ટતા કરી હતી કે તેમણે આ સામાજિક જાગૃતિ અભિયાન માટે પાલિકા પાસેથી એક રૂપિયો પણ ફી (Honorarium / Fees) લીધો નહોતો. તેમણે નિરાશા વ્યક્ત કરતાં જણાવ્યું કે સારા કામ અને ભલાઈ કરવાનો હવે જમાનો રહ્યો નથી. બોમ્બે હાઈકોર્ટે મુંબઈના બગડતા એર ક્વોલિટી ઈન્ડેક્સ (Air Quality Index – AQI) ને ધ્યાને રાખીને સેલિબ્રિટીઝના સહયોગથી જાહેર જાગૃતિ કેમ્પેઈન ચલાવવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ તે સદ્કાર્ય રાજકારણની ભેટ ચઢી ગયું હોવાનું પર્યાવરણ પ્રેમીઓ માની રહ્યા છે.
