Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકા શું છ મહિના સુધી ઊંઘતી હતી? ઑક્સિજનની કમી હોવા છતાં છ મહિના પછી અપૉઇન્ટ થઈ રહ્યો છે કૉન્ટ્રૅક્ટર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

કોરોના મહામારીના સમયમાં મુંબઈ મહાનગરપાલિકાની કામચોરી સામે આવી છે. શહેરમાં નવેમ્બર મહિનાથી ઑક્સિજન સપ્લાયરનો કૉન્ટ્રૅક્ટ પૂરો થઈ ગયો હતો અને હવે છેક છ મહિના બાદ મુંબઈ મહાનગરપાલિકા નવો કૉન્ટ્રૅક્ટર અપૉઇન્ટ કરવા જઈ રહી છે. જૂનો કૉન્ટ્રૅક્ટ પૂરો થયા બાદ એ જ કંપનીઓ પાસેથી લિક્વિડ ઑક્સિજન ખરીદવામાં આવતો હતો.

ઑક્સિજન સપ્લાય માટે જે કૉન્ટ્રૅક્ટર પસંદ કરવામાં આવ્યો છે એ માત્ર હૉસ્પિટલો અને મેટરનિટી હોમ્સમાં જ ઑક્સિજનની સપ્લાય કરશે. નોંધવા જેવી વાત એ છે કે આ કૉન્ટ્રૅક્ટમાં જમ્બો કોવિડ સેન્ટરનો સમાવેશ જ કરવામાં નથી આવ્યો. નવેમ્બર ૨૦૨૦માં મેડિકલ ઑક્સિજન અને નાઇટ્રોજન ઑક્સાઇડ સપ્લાય કરવા માટેનો કૉન્ટ્રૅક્ટ પૂરો થવાનો હતો અને એ માટે બીએમસીએ ઑક્ટોબર મહિનામાં જ નવાં ટેન્ડર મગાવ્યાં હતાં. જોકે આ સમયગાળા દરમિયાન ઑક્સિજનની સખત અછત હોવાને કારણે ટેન્ડરના કામકાજમાં વિલંબ થયો હતો.

બીજી બાજુ, અનેક દર્દીઓ ઑક્સિજનની અછતના લીધે મૃત્યુ પામી રહ્યા હતા જ્યારે કેટલાક દર્દીઓને જમ્બો કોવિડ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમયગાળામાં હૉસ્પિટલોને રામભરોસે ઑક્સિજન સપ્લાય કરવામાં આવતો હતો. નવા ટેન્ડર મુજબ આઇનોક્સ ઍર પ્રોજેક્ટ લિમિટેડ અને સત્રામદાસ ગૅસીસ પ્રાઇવેટ લિમિટેડને કુલ ૩૧.૫૧ કરોડ રૂપિયાના કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યા છે.

Dadar Kabutarkhana Acrylic Sheets દાદર કબૂતરખાના ફરતે પારદર્શક એક્રેલિક શીટ્સ બેસાડાઈ ફેરિયાઓના ગેરકાયદે દબાણો રોકવા BMC ની કડક કાર્યવાહી!
Mumbai Local Train Mega Block મુંબઈ લોકલ ટ્રેન મેગા બ્લોક ૨૫ ઓક્ટોબરે સેન્ટ્રલ, હાર્બર અને વેસ્ટર્ન લાઇન્સ પર ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો સંપૂર્ણ વિગતો!
Mumbai Local Train Night Block વેસ્ટર્ન રેલવેમાં આજે રાત્રે જમ્બો બ્લોક રહેશે; રવિવારે દિવસે કોઈ મેગા બ્લોક નહીં હોવાથી લોકલ ટ્રેનો સામાન્ય રહેશે
Tiger Shroff Firing Case Police Probe ટાઇગર શ્રોફ પર શા માટે થયો હતો ગોળીબાર? મુંબઈ પોલીસે શોધી કાઢ્યું અસલી કારણ!
Exit mobile version