ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ, 2022,
શુક્રવાર,
મુંબઈવાસીઓ માટે એક નવું રેલવે સ્ટેશન આ વર્ષના અંત સુધીમાં ખુલશે.
દિઘા રેલવે સ્ટેશનનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે અને 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
આ નવું રેલવે સ્ટેશન આ વર્ષે નવેમ્બર સુધીમાં કાર્યરત થવાની શક્યતા છે.
110 કરોડના ખર્ચે રેલવે સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે.
અત્યાર સુધીમાં સ્ટેશનની ઇમારત પ્લેટફોર્મ સાથે તૈયાર થઈ ગઈ છે અને પ્લેટફોર્મની છત પર કામ શરૂ કરવામાં આવ્યું છે.
મુંબઈ રેલ વિકાસ નિગમ મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ 3 હેઠળ ઐરોલી-કલવા એલિવેટેડ રોડના ભાગ રૂપે સ્ટેશનનું નિર્માણ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016માં આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી.