Site icon

Digha Station : મુંબઈમાં 9 મહિનાથી તૈયાર આ રેલવે સ્ટેશનું આખરે હવે ટૂંક સમયમાં ઉદ્વાટન પીએમ મોદીના હસ્તે કરાશે.. જાણો વિગતે..

Digha Station: દીઘા રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાઘટન આખરે હવે થવાની આરે છે. આ માટે જલ્દી જ તારીખ પણ નક્કી કરવામાં આવી શકે છે.

Digha Station This railway station, which has been ready for 9 months in Mumbai, will finally be inaugurated soon by PM Modi.

Digha Station This railway station, which has been ready for 9 months in Mumbai, will finally be inaugurated soon by PM Modi.

News Continuous Bureau | Mumbai 

Digha Station : છેલ્લા ઘણા મહિનાઓથી પેન્ડિંગ દીઘા રેલવે સ્ટેશનનું ( railway station ) ઉદ્ઘાટનની તારીખ આખરે હવે નક્કી કરવામાં આવી શકે છે. દિઘા રેલ્વે સ્ટેશનનું ( Inauguration ) ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ( Narendra Modi ) હસ્તે કરવામાં કરશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, ઉરણ રેલ્વે લાઇનનું ( Uran Railway Line ) ઉદ્ઘાટન પણ મોદી પોતે જ કરશે. દરમિયાન સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે (તા.11) આ અંગે એક સત્તાવાર બેઠક થવાની પણ શક્યતા છે. દરમિયાન ઠાકરે જૂથના નેતા આદિત્ય ઠાકરે ( Aditya Thackeray ) અને રાજન વિખરેએ આ રેલવે સ્ટેશનના મુદ્દે ભાજપ સરકાર પર નિશાન સાધતા અને સવાલો ઉઠાવ્યા હતા. 

Join Our WhatsApp Community

એક રિપોર્ટ મુજબ, થાણે-વાશી ટ્રાન્સ હાર્બર રેલ્વે લાઇન પર એક નવું રેલ્વે સ્ટેશન દિઘા ઉમેરવામાં આવશે. થાણે અને ઐરોલી સ્ટેશન વચ્ચે દિઘા સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે , હવે તેનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે. દિઘા રેલ્વે સ્ટેશન માટે 428 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. દિઘા વિસ્તારમાં મોટી વસ્તી છે અને આઈટી કંપનીઓ પણ હવે આ વિસ્તારમાં આવી ગઈ છે. પરંતુ હજુ સુધી આ સ્ટેશન પર ટ્રેન રોકાઈ રહી નથી. તેથી રહેવાસીઓ અને કર્મચારીઓને થાણે આવવા માટે રિક્ષા કે બસનો ઉપયોગ કરવો પડે છે. તેમજ દિઘા MIDCમાં આવતા શ્રમિક વર્ગને પણ ઐરોલી સ્ટેશને ઉતરવું પડે છે.

આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram Mandir : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા હવાઈ મુસાફરીનો વિચાર કરી રહ્યા છો… તો પડશે મોંઘું..

દિઘા રેલ્વે સ્ટેશન છેલ્લા 9 મહિનાથી તૈયાર પડ્યું છે

એક અહેવાલ અનુસાર, દિઘા રેલ્વે સ્ટેશન છેલ્લા 9 મહિનાથી તૈયાર પડ્યું છે. આ પ્લેટફોર્મ પર લાઈટો લગાડવામાં આવી છે, સફાઈ પણ થઈ રહી છે, તેથી દર મહિને આ પ્લેટફોર્મની જાળવણી માટે પૈસા પણ ખર્ચાય રહ્યા છે. પરંતુ ટ્રેન અહીં રોકાઈ રહી નથી. છેલ્લા ઘણા મહિનાઓથી દરેક વ્યક્તિ દિઘા રેલ્વે સ્ટેશન ચાલુ થવાની રાહ જોઈ રહ્યા છે. આદિત્ય ઠાકરેએ આ અંગે ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે, જેમ ટ્રેન દિઘા સ્ટેશનથી ક્યારે શરૂ થશે, તે એવો જ સવાલ છે કે દેશમાં સારા દિવસો ક્યારે આવશે. આદિત્ય ઠાકરેએ ટ્વિટ કરીને પણ ઘણા મુદ્દા ઉઠાવ્યા હતા. આદિત્ય ઠાકરેએ ટીકા કરી હતી કે દીઘા સ્ટેશન, ઉરણ રેલ્વે લાઈન માત્ર વીઆઈપીના અભાવે ઉદ્ઘાટનની રાહ જોઈ રહી છે. તેમણે રેલવે પ્રધાનની ટીકા કરતા કહ્યું હતું કે તેઓ મુંબઈના પ્રોજેક્ટ્સ પ્રત્યે બેદરકાર છે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version