Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં દહીંહાંડી દરમિયાન પ્રથમ મોત- આ કેસમાં વિલેપાર્લે પોલીસે આયોજકની કરી ધરપકડ- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કૃષ્ણ જન્માષ્ટમી (Krishna Janmashtami) પર દહીહાંડી ઉજવણી(Dahihandi celebration) દરમિયાન 111 ગોવિંદા ઘાયલ (Govinda injured) થયા હતા. આ ઘાયલ ગોવિંદાઓમાના એક 24 વર્ષીય સંદેશ દળવીનું સારવાર દરમિયાન સોમવારે રાતે નિધન થયું હતું. ગોવિંદા સંદેશે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં(Nanavati Hospital) અંતિમ શ્વાસ(last breath) લીધા. 

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ મુજબ આ કેસમાં વિલેપાર્લે પોલીસે દહીહાંડી ઉત્સવના આયોજક અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ રિયાઝ શેખની ધરપકડ કરી છે. તેમના પર તહેવાર દરમિયાન ભાગ લેનારી ગોવિંદા ટીમને પૂરતી સુરક્ષા ન આપવાનો આરોપ છે. સંદેશ દળવીનો પરિવાર હાલ કુર્લામાં રહે છે. પરંતુ અગાઉ તેઓ વિલેપાર્લે ખાતે રહેતા હતા. સંદેશ અહીં શિવ શંભો ગોવિંદા ટુકડીનો સભ્ય હતો. વિલેપાર્લેમાં આયોજિત દહીં હાંડી ઉત્સવ દરમિયાન સાતમા થર પરથી પડી જતાં તેનું મોત થયું હતું. 

આ સમાચાર પણ વાંચો : ગુજરાતી સીને જગતના જાણીતી અભિનેત્રી હેપ્પી ભાવસારનું નાની વયે થયું નિધન- આ ગંભીર બીમારીએ લીધો તેમનો ભોગ

દહીહાંડી ઉત્સવના આયોજક શેખે દહીં હાંડી તોડવા માટે માનવ ટાવર બાંધી રહેલા ગોવિંદાઓને કોઈ પણ સુરક્ષા પૂરી પાડી ન હતી. આથી શેખ પર શરૂઆતમાં ભારતીય દંડ સંહિતાની કલમ 336 હેઠળ માનવ જીવનને જોખમમાં મૂકવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. જો કે, સંદેશના મૃત્યુ પછી ભારતીય દંડ સંહિતાની કલમને 304 (A) માં ફેરવવામાં આવી હતી.
 

Accused Arrested For Cruel Killing Of Cats બિલાડીઓની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી પોલીસના સળિયા પાછળ, આરસીએફ પોલીસે કરી ધરપકડ
ANC Seizes MD Drugs In Jogeshwari એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી જોગેશ્વરીમાંથી ૧.૨૬ કરોડની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો
Chembur Police Case Over False Identity And Assault ધર્મ છુપાવીને યુવતી સાથે દુષ્કર્મ આચરનાર અને બ્લેકમેઈલ કરનાર વિરુદ્ધ ચેંબૂર પોલીસમાં ગુનો દાખલ
DRI Seizes Gold Worth Rs 5.47 Crore ડીઆરઆઈની મોટી કાર્યવાહી ૫.૪૭ કરોડનું સોનું જપ્ત, એરલાઈન્સના કર્મચારીઓ સહિત પાંચ ઝડપાયા
Exit mobile version