ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જૂન 2021
સોમવાર
મુંબઈ શહેરમાં ગત ૬ મહિનામાં 160000 ઉંદરોને મારી નાખવામાં આવ્યા છે. મુંબઈ મહાનગરપાલિકાએ ઉંદરોને મારવા માટે મૂષક નિયંત્રણ મોહિમ શરૂ કરી છે. આ હેઠળ જે વિસ્તારમાં ઉંદરોનો ત્રાસ વધી જાય છે તે વિસ્તારમાં એક વિશેષ પથક નીમવામાં આવે છે. જેઓ અડધી રાતના સમયે બેટરી અને લાકડીની મદદથી ઉંદર નો શિકાર કરે છે. ઉંદરોને કારણે લેપ્ટોસ્પાઇરોસિસ અને પ્લેગ જેવા ખતરનાક રોગ થાય છે. આ તમામ રોગને રોકવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ આ વિશેષ મોહિમ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે ઉંદર ની એક જોડી એક વર્ષમાં ૧૫૦૦૦ નવા ઉંદર પેદા કરી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા મુંબઈ મહાનગરપાલિકાની મોહિમ વામણી લાગે છે.
