ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જૂન 2021
સોમવાર
બોમ્બે હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકન રજુ કર્યું છે. કોર્ટે કહ્યું છે કે અનુસૂચિત જાતિના કોઈ વ્યક્તિને જાતિ આધારિત જાણી જોઇને અપમાન કરાવવામાં આવે તે પરિસ્થિતિમાં જ એટ્રોસિટી નો કાયદો લાગુ પડે છે. કોઈપણ મામલામાં અપમાનિત વાક્ય માટે એટ્રોસીટી કાયદો લાગુ નથી થઈ શકતો. ગવળી સમાજના એક વ્યક્તિ એ આત્મહત્યા કરી હતી તે સંદર્ભે થઈ રહેલી આર્ગ્યુમેન્ટ દરમિયાન કોર્ટે આ વાત કહી.
સંભાજી નગર ખંડપીઠ ના ન્યાયમૂર્તિ વિશ્વાસ જાદવ અને ન્યાયમૂર્તિ શ્રીકાંત કુલકર્ણીએ પોતાનો ચુકાદો સંભળાવતા જણાવ્યું કે એટ્રોસિટી નો ગમે તે રીતે ઉપયોગ કરવો યોગ્ય નથી. આ ઉપરાંત તેમણે આરોપીઓ પર લગાડવામાં આવેલી એફઆઇઆર પણ રદ કરી છે.
