Site icon News Continuous Bureau | Mumbai

Mulund Railway Station Drama: મુલુંડ સ્ટેશન પર પ્રેમીનો હંગામો: પોતાની પર પેટ્રોલ છાંટી આત્મહત્યાની આપી ધમકી, પૂર્વ પ્રેમિકાને પરાણે ખેંચી લાવ્યો પ્લેટફોર્મ પર

મોબાઈલ શોપમાં કામ કરતી યુવતીની પજવણી: પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા.

Mulund Railway Station Drama મુલુંડ સ્ટેશન પર પ્રેમીનો હંગામો પોતાની પર પેટ્રોલ છાંટી

Mulund Railway Station Drama મુલુંડ સ્ટેશન પર પ્રેમીનો હંગામો પોતાની પર પેટ્રોલ છાંટી

News Continuous Bureau | Mumbai
Mulund Railway Station Drama મધ્ય રેલવે ના મુલુંડ સ્ટેશન પર શુક્રવારે એક હૃદયધબકાવી દે તેવી ઘટના બની હતી. એક 21 વર્ષીય યુવકે તેની પૂર્વ પ્રેમિકાને પરાણે પ્લેટફોર્મ પર ખેંચી લાવી, જાહેરમાં પોતાના શરીર પર પેટ્રોલ છાંટી આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. યુવતીએ તેની સાથે સંબંધ રાખવાની ના પાડતા ઉશ્કેરાયેલા યુવકે સ્ટેશન પર આ હંગામો કર્યો હતો.મુલુંડ (પૂર્વ) ની રહેવાસી 19 વર્ષીય પીડિતા એક મોબાઈલની દુકાનમાં કામ કરે છે. તે વર્ષ 2024 થી આરોપી યુવક સાથે પ્રેમ સંબંધમાંહતી. જોકે, યુવક દ્વારા કરવામાં આવતી સતત માનસિક પજવણીથી કંટાળીને યુવતીએ તાજેતરમાં તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. આ વાતનો બદલો લેવા માટે યુવક સતત તેનો પીછો કરી રહ્યો હતો.

પ્લેટફોર્મ પર પેટ્રોલ છાંટી આત્મહત્યાનો પ્રયાસ

જ્યારે યુવતી નોકરી પર જઈ રહી હતી, ત્યારે આરોપીએ તેનો રસ્તો રોક્યો હતો. યુવતીએ વાત કરવાની મનાઈ કરતા આરોપીએ પરાણે તેનો હાથ પકડી તેને મુલુંડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ખેંચી ગયો હતો. ત્યાં પહોંચ્યા બાદ આરોપીએ ખિસ્સામાંથી પેટ્રોલની બોટલ કાઢી પોતાના શરીર પર છાંટી દીધું હતું. તેણે ધમકી આપી હતી કે જો યુવતી ફરી સંબંધ નહીં રાખે તો તે પોતાની જાતને સળગાવી દેશે.

Join Our WhatsApp Channel

મુસાફરોની ભીડ જોતા આરોપી ફરાર

યુવકની આ હરકત જોઈને પ્લેટફોર્મ પર હાજર મુસાફરો સ્તબ્ધ થઈ ગયા હતા. યુવતીએ બૂમાબૂમ કરતા લોકોની ભીડ એકઠી થવા લાગી હતી. પકડાઈ જવાની બીકે આરોપી યુવક તક જોઈને સ્ટેશન પરથી ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટનાને કારણે સ્ટેશન પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલસર્જાયો હતો. સદનસીબે, કોઈ મોટી દુર્ઘટના ઘટી ન હતી.

આ સમાચાર પણ વાંચો : Mumbai Fake Currency: મુંબઈમાં નકલી નોટ કૌભાંડનો પર્દાફાશ: બાંગ્લાદેશમાં છપાતી નોટો ઝારખંડ થઈને મુંબઈ પહોંચતી, મુખ્ય મહિલા સપ્લાયરની ધરપકડ

પોલીસ કાર્યવાહી અને સીસીટીવી તપાસ

મુલુંડ પોલીસે પીડિતાની ફરિયાદના આધારે એફઆઈઆર (FIR) નોંધી છે. પોલીસે રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીની ઓળખ કરી છે અને તેને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, જાહેર સ્થળે લોકોના જીવ જોખમમાં મૂકવા અને આત્મહત્યાની ધમકી આપવા બદલ કડક કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

Mumbai Police Bangladeshi Infiltrators ખાર વિસ્તારમાં સંતાઈને રહેતા 7 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા ATCની મોટી કાર્યવાહી, પાસપોર્ટવીઝા વગર ગેરકાયદે રહેતા હોવાનો પર્દાફાશ
Kandivali Police Arrest Two Conmen જાદુઈ ચશ્મા અને નોટોના ઢગલાની લાલચ પડી ભારે! કાંદિવલી માં ૭૦ વર્ષીય વૃદ્ધ સાથે અધધ ₹૩૧ લાખની ઠગાઈ પોલીસે બિછાવી જાળ
Versova Bike Thefts શોખ પૂરો કરવા માસ્ટર કીથી બાઇક ચોરી! પેટ્રોલ ખલાસ થતાં લાવારીસ છોડી ભાગી જતો ટીનેજર આખરે પોલીસના સકંજામાં
MNS Leader Arrested રાજકીય વગ વાપરી ફ્લેટ પચાવી પાડવાનો કારસો બનાવટી દસ્તાવેજો બનાવી ભાડું ન ચૂકવનાર મનસે નેતા દબોચાયા
Exit mobile version