Site icon News Continuous Bureau | Mumbai

iPhone 13 સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ: મુંબઈ એરપોર્ટ પર આટલા કરોડની કિંમતના આઈફોન જપ્ત. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 29 નવેમ્બર  2021    
સોમવાર.

ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સે (DRI)એ રવિવારે દેશમાં દાણચોરી કરીને લાવવામાં આવતા સ્માર્ટફોન (આઈફોન) મોટો જથ્થો મુંબઈ એરપોર્ટ પરથી જપ્ત કર્યો હતો. તેની કિંમત લગભગ 42.86 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

Join Our WhatsApp Channel

સૂત્રોએ આપેલી માહિતીને આધારે 26 નવેમ્બરે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ના અધિકારીઓએ, મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર  હોંગકોંગથી આવેલા બે કનસાઈનમેન્ટની તપાસ કરી હતી.

ઈમ્પોર્ટ ડોક્યુમેન્ટમાં આ માલને "મેમરી કાર્ડ્સ" તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. જોકે ફીઝીકલ તપાસમાં જાણવા મળ્યું કે આ કન્સાઈનમેન્ટમાં હકીકતમાં કુલ 3,646 iPhone-13 મોબાઈલ ફોન અને 12 'Google Pixel 6 Pro',  તેમ જ કિંમતી Apple સ્માર્ટ ઘડિયાળ હતી. તમામ માલસામાનની કિંમત લગભગ 42.86 કરોડની આસપાસ હતી. પરંતુ તેણે આ માલની કિંમત માત્ર 80 લાખ રૂપિયા જાહેર કરી હતી.
કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ તમામ આઇફોન અને એપલ સ્માર્ટ વોચ અને અન્ય મોબાઇલ, જેની જાહેરાત કરવામાં આવી નહોતી, તે જપ્ત કરવામાં આવ્યા હતા.

 

કમાલ નો વિડીયો : ભિવંડીના મેરેજ હોલ માં આગ લાગી ત્યારે વર વધૂને માંડ બચાવાયા, પરંતુ શું કરતા હતા જાનૈયાઓ? જુઓ આ વીડિયો. ચોંકી જશો.

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version