મહારાષ્ટ્રના નવી મુંબઈમાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ મોટી કાર્યવાહી કરીને આશરે 300 કિલો હેરોઇન જપ્ત કરી છે.
ડીઆરઆઈના મતે આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરેલી હેરોઇનની કિંમત 2000 કરોડ રૂપિયા છે.
આ હેરોઇન ઈરાનથી દરિયાઈ માર્ગે મુંબઇથી પંજાબમાં લઇ જવામાં આવી રહી હતી, પરંતુ તે નવી મુંબઈના જવાહરલાલ નહેરુ બંદરે પકડાઈ હતી.
ડીઆરઆઈ હવે આ કેસમાં 2 લોકોની ધરપકડ કરી પૂછપરછ કરી રહી છે.
