Site icon News Continuous Bureau | Mumbai

Drug Syndicate Busted કાંદિવલીમાંથી ૩.૭૫ કરોડના હેરોઈન સાથે રાજસ્થાનનો ડ્રગ તસ્કર પકડાયો

Drug Syndicate Busted એન્ટીનાર્કોટિક્સ સેલનો આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્ક પર મોટો પ્રહાર; વિદ્યાર્થીઓને નશાના રવાડે ચડાવવાનું કાવતરું નિષ્ફળ

Drug Syndicate Busted  કાંદિવલીમાંથી ૩.૭૫ કરોડના હેરોઈન સાથે રાજસ્થાનનો ડ્રગ તસ્કર પકડાયો

Drug Syndicate Busted કાંદિવલીમાંથી ૩.૭૫ કરોડના હેરોઈન સાથે રાજસ્થાનનો ડ્રગ તસ્કર પકડાયો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Drug Syndicate Busted મુંબઈમાં સક્રિય બનેલી આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટ વિરૂદ્ધ મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે એક મોટું સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની એન્ટીનાર્કોટિક્સ સેલની કાંદિવલી યુનિટે એક આયોજનબદ્ધ દરોડો પાડીને ૩.૭૫ કરોડની બજાર કિંમત ધરાવતા ૭૫૦ ગ્રામ ઉચ્ચ ગુણવત્તાના હેરોઈનના જથ્થા સાથે એક મુખ્ય ડ્રગ તસ્કરની ધરપકડ કરી છે. આ પ્રહારથી મુંબઈના યુવાધનને અને શાળાકોલેજના વિદ્યાર્થીઓને નશાના અંધકારમાં ધકેલવાનું મોટું ષડયંત્ર નિષ્ફળ બનાવવામાં આવ્યું છે.

Drug Syndicate Busted – રાજસ્થાનથી મુંબઈ લવાતા શુદ્ધ હેરોઈનમાં ઘાતક કેમિકલ ભેળવવાની મોડસ ઓપરેન્ડી

એન્ટી-નાર્કોટિક્સ સેલના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી મળતી વિગતો અનુસાર, પકડાયેલા આરોપીની મોડસ ઓપરેન્ડી અત્યંત ઘાતક હતી. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આરોપી આ શુદ્ધ હેરોઈનનો જથ્થો રાજસ્થાનથી ગુપ્ત માર્ગે મુંબઈ લાવતો હતો. મુંબઈ પહોંચ્યા બાદ, નફાનું પ્રમાણ વધારવા માટે આ હાઈ-ગ્રેડ હેરોઈનની અંદર અન્ય સસ્તા અને કેમિકલયુક્ત ઘાતક માદક પદાર્થોનું મિશ્રણ કરવામાં આવતું હતું. ત્યારબાદ, આ ભેળસેળયુક્ત ડ્રગ્સને ખૂબ જ નાની-નાની પ્લાસ્ટિકની પડીકીઓમાં પેક કરીને મુંબઈના જુદા-જુદા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતું હતું.

Drug Syndicate Busted – યુવાનોને લત લગાડવા માટે માત્ર ૧૦૦ ની નજીવી કિંમતે વેચાતી હતી ડ્રગ્સની પડીકી

પોલીસ તપાસમાં એક અત્યંત ચોંકાવનારો અને ચિંતાજનક ખુલાસો થયો છે કે ડ્રગ્સ પેડલરો આ મિલાવટી હેરોઈનની પ્રત્યેક નાની પડીકી માત્ર ૧૦૦ ની નજીવી કિંમતે વેચતા હતા. આટલી ઓછી કિંમત રાખવા પાછળનો મુખ્ય હેતુ મુંબઈના શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને ગરીબ વસાહતોના માસૂમ યુવાનોને સરળતાથી ડ્રગ્સની લત લગાડવાનો હતો. એકવાર યુવાનો આ રવાડે ચડી જાય, ત્યારબાદ તેમની પાસેથી મોટી રકમ વસૂલવાનું આંતરરાજ્ય ગુનાહિત સિન્ડિકેટનું આયોજન હતું, જેને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સમયસર નિષ્ફળ બનાવી દીધું છે.

Drug Syndicate Busted – ગુપ્ત બાતમીના આધારે કાંદિવલી યુનિટે ગોઠવ્યું છટકું, NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ

એન્ટી-નાર્કોટિક્સ સેલની કાંદિવલી યુનિટને મળેલી ચોક્કસ ગુપ્ત બાતમીના આધારે શંકાસ્પદ વિસ્તારમાં વોચ ગોઠવીને આ છટકું તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં કરોડોની કિંમતના હેરોઈન સાથે આરોપીને રંગેહાથ દબોચી લેવાયો હતો. પોલીસે આરોપી વિરૂદ્ધ એનડીપીએસ એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધીને તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. રાજસ્થાનમાં બેઠેલા મુખ્ય ડ્રગ લોર્ડ્સ (ડ્રગ માફિયા) અને મુંબઈના સ્થાનિક પેડલરોના નેટવર્કનેના મૂળિયા તોડી પાડવા માટે પોલીસની આગળની તપાસ તેજ ગતિએ ચાલુ છે.

👉 આ સમાચાર વાચો:
PM Modi Seychelles Visit PM Modi Seychelles Visit સેશેલ્સના ૫૦મા રાષ્ટ્રીય દિવસમાં પીએમ મોદી બનશે મુખ્ય અતિથિ, વ્યૂહાત્મક રીતે મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ

Railway Special Drive Divyang Coach દિવ્યાંગ કોચમાં ઘૂસણખોરી સામે રેલવેની લાલ આંખ ૩૩ અનધિકૃત મુસાફરો ઝડપાયા, ₹૬૬,૦૦૦નો તોતિંગ દંડ ફટકાર્યો!
Seawoods Surprise Ticket Checking Drive સીવુડ્સ દારાવે સ્ટેશને રેલવે તંત્રની તવાઈ સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગમાં ૨૩૯ મુસાફરો ઝડપાયા, ₹૧.૧૯ લાખથી વધુનો દંડ વસૂલાયો!
Dahisar Police Recovers Lost Gold Bag દહિસર પોલીસની પ્રશંસનીય કામગીરી રિક્ષામાં ભૂલી ગયેલી ₹૪.૫૦ લાખની સોનાની ચેઇન અને રોકડ ભરેલી બેગ અડધા કલાકમાં પરત અપાવી!
Mankhurd Kidnapped Child Rescued મુંબઈ પોલીસની પ્રશંસનીય કામગીરી માનખુર્દમાંથી અપહરણ થયેલું ૨ વર્ષનું માસૂમ બાળક સહીસલામત મુક્ત, આરોપી દંપતીની ધરપકડ!
Exit mobile version