Site icon

NCB Mumbai Raids: મુંબઈમાં ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ, NCBએ દરોડા પાડીને આટલા કરોડનું ડ્રગ્સ કર્યું જપ્ત.. વાંચો અહીં..

NCB Mumbai Raids: NCB મુંબઈએ બહુરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે અને બે અલગ-અલગ કામગીરીમાં ત્રણ વિદેશીઓ સહિત નવ લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 135 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

Drugs syndicate busted in Mumbai, NCB raids and seize drugs worth 135 crores

Drugs syndicate busted in Mumbai, NCB raids and seize drugs worth 135 crores

News Continuous Bureau | Mumbai 

NCB Mumbai Raids: NCB મુંબઈ (NCB Mumbai) એ બહુરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ (Drug Syndicate) નો પર્દાફાશ કર્યો છે અને બે અલગ-અલગ કામગીરીમાં ત્રણ વિદેશીઓ સહિત નવ લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 135 કરોડ રૂપિયાનું ડ્રગ્સ (Drug) જપ્ત કરવામાં આવ્યું છે. તેમની પાસેથી 6.9 કિલો કોકેઈન અને લગભગ 200 કિલો અલ્પ્રાઝોલમ જપ્ત કરવામાં આવ્યું હતું. ધરપકડ કરાયેલા ત્રણ વિદેશી નાગરિકોમાં બે બોલિવિયન મહિલાઓ પણ સામેલ છે. બંને પાસેથી પાંચ કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community

NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સંજય કુમાર સિંહે કહ્યું છે કે, આ લોકોની મુંબઈના ખેતવાડી વિસ્તારની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી છે. તે લોકોએ ટૂથપેસ્ટ, કપડા, કોસ્મેટિક ટ્યુબ, સાબુ, બુટ અને મેકઅપ કીટમાં આવી બધી વસ્તુઓમાં ડ્રગ્સ છુપાવતા હતા. પાવડર ઉપરાંત દવાઓ પ્રવાહી અને પેસ્ટના રૂપમાં પણ ડ્રગ્સ છુપાવવામાં આવતી હતી.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: હમાસનો અંત હવે હાથવેંતમાં! આટલા લાખ લોકોને ગાઝા છોડવા ઈઝરાયેલનો આદેશ…જાણો સંપુર્ણ મામલો વિગતે અહીં…

ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ….

બંને મહિલાઓને બ્રાઝિલના(Brazil) સાઓ પાઉલો સ્થિત ગેંગ દ્વારા ડ્રગ્સ સાથે ભારત મોકલવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સિન્ડિકેટનો પ્રમુખ પણ બ્રાઝિલમાં છે. તેઓને ડ્રગ્સની દાણચોરીના દરેક ટ્રીપ માટે ત્રણ હજાર યુએસ ડોલર મળતા હતા.

બીજા ઓપરેશનમાં NCBની ટીમે સપ્ટેમ્બરમાં ખારગઢમાંથી નાઈજીરિયાના પોલ ઈકેના ઉર્ફે બોસમેનનીઓ ધરપકડ કરી હતી. તેની પાસેથી બે કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું. તેની પૂછપરછના આધારે સાકીર અને સુફીયાનને ગુજરાતના સુરતમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા.

Rickshaw gang arrested: બોરીવલીમાં વૃદ્ધાનું મંગળસૂત્ર ઝૂંટવી ભાગનારી રિક્ષા ગેંગ ૨૪ કલાકમાં ઝડપાઈ: MHB પોલીસે દહિસરમાંથી બે લૂંટારાઓને દબોચ્યા.
Mumbai Cyber Crime:‘આજે રાત્રે ગેસ કનેક્શન કપાઈ જશે…’: ધમકી આપી નિવૃત્ત બેંક અધિકારીના ₹2.47 લાખ પડાવ્યા; મુંબઈમાં નવી સાયબર ઠગાઈ.
Mumbai ATS: મુંબઈ ATSની મોટી કાર્યવાહી: માનખુર્દમાં ₹22 લાખનું ડ્રગ્સ ઝડપાયું; બાઇક પર ‘રેકી’ અને કારમાં ‘સપ્લાય’ કરતી ગેંગનો પર્દાફાશ.
Cyber Fraud: મુંબઈમાં કંપનીની મોટી બેદરકારી: પૂર્વ કર્મચારીએ જૂના પાસવર્ડથી આચર્યું ₹8.69 કરોડનું કૌભાંડ; પત્ની સહિત અન્ય સાગરીતો ફરાર.
Exit mobile version