Site icon News Continuous Bureau | Mumbai

થાણેવાસીઓ માટે વિચિત્ર સમસ્યા- મુશળધાર વરસાદ છતાં પાણી માટે ધાંધિયા- જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

મુશળધાર વરસાદ(Heavy rain)ને પગલે જળાશયો(Water lakes) છલકાઈ રહ્યા છે. મુંબઈ(Mumbai)નું જળ સંકટ ટળી ગયું છે. પરંતુ થાણે(Thane)વાસીઓને આગામી ત્રણેક દિવસ માટે પીવાના પાણીના ધાંધિયા(water shortage) થઈ ગયા છે.

Join Our WhatsApp Channel

મુશળધાર વરસાદ(Heavy rain)ને પગલે ભાતસા નદીમાં પૂર આવ્યા છે. પૂરના પાણીની સાથે મોટા પ્રમાણમાં કચરો અને કાદવ   જળ પુરવઠા કેન્દ્રમાં આવી ગયો છે. તેથી કચરો અટકાવવા માટેની જાળીમાં કચરાનો ભરાવો થવાથી પંપ દ્વારા મોકલવામાં આવતા પાણીમાં અવરોધ ઉભો થયો છે.

આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર- આ તારીખથી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે- જાણો વિગત

આ સમસ્યાને પગલે આગામી ત્રણથી ચાર દિવસ થાણે વિસ્તારમાં ઓછું અને અને હળવા દબાણ સાથે પાણી પુરવઠો થશે. 

થાણે પાલિકા પ્રશાસનના કહેવા મુજબ જ્યાં સુધી પાઈપની જાળીઓ અને મશીનમાં ફસાયેલા કાદવ અને કચરાને સાફ કરી નાખવામાં આવશે નહીં ત્યાં સુધી પાણી પુરવઠો પૂર્વવત થશે નહીં.

Coastal Road Reclamation Notice કોસ્ટલ રોડ લેન્ડ રિક્લેમેશનમાં ગંભીર ગેરરીતિ; BMC એ કોન્ટ્રાક્ટર કંપનીઓ L&T અને HCC સામે લીધા કડક પગલાં
Sion Hospital Doctor Suicide જીવલેણ વર્કકલ્ચર! સાયન હોસ્પિટલના સર્જરી રેસિડેન્ટ ડૉ. ની આત્મહત્યા; હોસ્ટેલના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ
Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Exit mobile version