Site icon News Continuous Bureau | Mumbai

ભારે વરસાદને કારણે અનેક બસના રૂટ બદલાયા. જાણો કઈ બસના રૂટ બદલાયા.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૯ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

મુશળધાર વરસાદને પગલે મુંબઈના મોટાભાગના વિસ્તારમાં ઘૂંટણભેર પાણી ભરાયા હતા. તેને પગલે બેસ્ટની બસના અનેક રૂટ ડાઈવર્ટ કરવામાં આવ્યા હતા.
બેસ્ટ પ્રશાસનની જાહેરાત મુજબ માનખુર્દમાં તથા સાયન પનવેલ રોડ પર  ભરાયેલા પાણીને કારણે વાયા માનખુર્દ  બ્રિજ દોડતી 501, 502, 504, 505 નંબરની બસને ડાઈવર્ટ કરવામાં આવી હતી. 521 લિમિટેડ તથાA-60 અને A-372 નંબરની બસને મહારાષ્ટ્ર નગર ફલાયઓવરથી  ડાઈવર્ટ કરવામાં આવી હતી. સાયનના મેઈન રસ્તા પર દોડતી 7, 10, 25 નંબરની બસને ડાઈવર્ટ કરવામાં આવી હતી. 181 નંબરની બસને એન્ટોપ હીલ પર જ રોકી દેવામાં આવી હતી.

આવ રે વરસાદ!!! બેસ્ટની બસ ની અંદર પણ શરૂ થયો વરસાદ. ડ્રાઇવર પોતે છત્રી લઈને બસ ચલાવે છે. જુઓ વિડિયો

તો રુઈયા કોલેજ, વડાલા બ્રિજ, એન્ટોપ હિલથી જતી 5,6,7,8,21 અને 27 નંબરની બસને પણ ડાઈવર્ટ કરી દેવામાં આવી હતી.

 

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version