Site icon News Continuous Bureau | Mumbai

વરસાદ અને અનલૉકમાં મુંબઈના રસ્તાની થઈ આવી હાલત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 20 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

બ્રેક ધ ચેઇન હેઠળ નિયંત્રણો હળવાં કરવાની સાથે જ મુંબઈના રસ્તા પર ચિક્કાર પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા નિર્માણ થઈ છે. ખાનગી ઑફિસો ફરી ખુલ્લી મૂકવાની મંજૂરી આપવાની સાથે જ લોકો ઑફિસ જવા માંડ્યા છે. જોકે વેક્સિનના બંને ડોઝ લેનારને જ લોકલમાં પ્રવેશ હોવાથી લોકો ખાનગી વાહનનો ઉપયોગ કરી રહ્યા છે. એથી રસ્તા પર ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે. એમાં ઓછું હતું તેમ બે દિવસથી ફરી વરસાદે એન્ટ્રી કરી છે. બે દિવસના વરસાદમાં જ મુંબઈ, થાણે સહિત  નવી મુંબઈના મોટા ભાગના રસ્તા પર મોટા પ્રમાણમાં ખાડા પડી ગયા છે. ખાડાને કારણે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા હજી વકરી છે.

આગામી જુલાઈ સુધી મુંબઈની પાણીની ચિંંતા ટળી ગઈ, જળાશયોમાં થઈ ગયું આટલા દિવસનું પાણી જમા; જાણો વિગત

મુંબઈ મહાનગરપાલિકા રસ્તા પરના ખાડા તાત્કાલિક પૂરવામાં પાછળ રહી ગઈ છે. વરસાદમાં રસ્તા પરનો ડામર નીકળી જવો, ખડી ફેલાઈ જવી તથા પેવર બ્લૉક ઊખડી જવા સામાન્ય થઈ ગયું છે. રસ્તા પર રહેલા વરસાદી પાણીનો નિકાલ કરનારા ગટરની આજુબાજુમાં પડેલા ખાડાઓને કારણે પણ વાહનચાલકો માટે ડ્રાઇવિંગ કરવું મુશ્કેલ થઈ ગયું છે. મુંબઈ જ નહીં, પણ થાણે, કલ્યાણ, નવી મુંબઈમાં પણ રસ્તાની આવી જ હાલત છે.

Coastal Road Reclamation Notice કોસ્ટલ રોડ લેન્ડ રિક્લેમેશનમાં ગંભીર ગેરરીતિ; BMC એ કોન્ટ્રાક્ટર કંપનીઓ L&T અને HCC સામે લીધા કડક પગલાં
Sion Hospital Doctor Suicide જીવલેણ વર્કકલ્ચર! સાયન હોસ્પિટલના સર્જરી રેસિડેન્ટ ડૉ. ની આત્મહત્યા; હોસ્ટેલના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ
Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Exit mobile version