Site icon

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની કટકોટી અસર કરશે રિયલ એસ્ટેટને .ઘર ખરીદવા હજી મોંઘા પડશે. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,

Join Our WhatsApp Community

શનિવાર,

આગામી સમયમાં ધરોની કિંમતમાં હજી વધારો થશે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ફરી  એક વખત મંદી જેવું વાતાવરણ સર્જાવાની શક્યતા હોવાનું કહેવામાં આવે છે.

મુંબઇ મેટ્રોપોલિટન રિજન વિસ્તારના રિટલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીની એપેક્સ બોડી ગણાતી ધ કોન્ફેડરેશન ઓફ રીયલ એસ્ટેટ ડેવલપર એસોસિયેશન ઓફ ઈન્ડિયાના (ક્રેડાઈ)ના દાવા મુજબ રશિયા અને યુક્રેન વચ્ચે  સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે સિમેન્ટ જેવા કાચા માલના ભાવમાં વધારો થઈ શકે છે અને તેને કારણે ઘરની કિંમતમાં વધારો થઈ શકે છે.

ક્રેડાઈના પદાધિકારીના કહેવા મુજબ વર્તમાન સ્થિતિમાં ક્રૂડ તેલના ભાવ સતત વધ્યા છે. જેની અસર ભારતમાં સિમેન્ટના ઉત્પાદકોને થશે. સિમેન્ટ ઉત્પાદકો પહેલાથી જ કાચા માલ અને ઈંધણના ખર્ચથી પરેશાન છે, તેમાં હવે તેમની તકલીફમાં હજી વધારો થવાની શક્યતા છે.

વાહ!! હવે શિવડીથી સીધા પુણે પહોંચી શકાશે. આટલા કલાકની થશે બચત.. જાણો વિગત

એસોસિએશનના કહેવા મુજબ સિમેન્ટ ઉદ્યોગ 60થી 65 ટકા સીધો કે પરોક્ષ રીતે ક્રૂડના ભાવ સાથે જોડાયેલો છે. તેથી તેની અસર રીયલ એસ્ટેટ ઉદ્યોગને થવાની જ છે. બાંધકામના કાચામાલમાં ભાવમાં 20થી 30 ટકાનો વધારો થવાની ડેવલપરના પ્રોજેક્ટની કિંમતમાં પણ અસર થયા વગર રહેશે નહીં.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version