ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
કોરોનાની રસીના પૂરતા ડૉઝ ઉપલબ્ધ ન હોવાથી 21મી સપ્ટેમ્બરે પાલિકાના અને સરકારી 316 માંથી માત્ર 73 રસીકરણ કેન્દ્રો કાર્યરત રહેશે.
બીએમસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આજે રાત્રે પાલિકાને કોરોનાની ૨સીનો જથ્થો પ્રાપ્ત થવાનો છે. તેનું વિતરણ આવતી કાલે કરવામાં આવશે.
આથી 22મી સપ્ટેમ્બરે પાલિકાના અને સરકારી રસીકરણ કેન્દ્રોમાં રસીકરણ ફરી પૂર્વવત્ શરૂ થશે.
