Site icon News Continuous Bureau | Mumbai

ટ્રાફિક પોલીસે જાહેર કરી સૂચિ; આ જગ્યાએ ટ્રાવેલ કરવાનું ટાળજો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 9 જૂન 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મધરાતથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે મુંબઈ જળબંબાકાર થઈ ગઈ છે. મોટા ભાગના વિસ્તારમાં પાણી ભરાયેલાં છે. રસ્તા પર મોટી સંખ્યામાં ટ્રાફિક જામની પણ સમસ્યા થઈ છે. લોકલ ટ્રેન બંધ હોવાથી ખાનગી વાહનમાં અથવા બસમાં જનારા મોટા ભાગના લોકો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા અને તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એથી ટ્રાફિક પોલીસે મુંબઈમાં જે સ્થળોએ પાણી ભરાયાં છે, એની યાદી બહાર પાડીને એ રસ્તાને બદલે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.

ભારે વરસાદને કારણે મુંબઈમાં અનેક જગ્યાએ ભરાયાં પાણી; રેલવેએ જાહેર કર્યું આ એલર્ટ, જાણો વિગત

મુખ્યત્વે નેતાજી પાલકર ચોક, એસ. વી. રોડ, બહેરામબાગ જંક્શન, સક્કર પંચાયત ચોક, નીલમ જંક્શન, ગોવંડી,  હિંદમાતા જંક્શન, ગાંધી માર્કેટ, માનખુર્દ, અંધેરી સબ-વે, ખાર સબ-વે, મલાડ સબ-વે, ઇકબાલ કમાણી જંક્શન, ધારાવી રેસ્ટોરાં વિસ્તાર, ધારાવી- સાયન જંક્શન, કિંગ સર્કલ તથા  ગૌરીશંકર નગર, કુર્લા વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે.

Mumbai Police Returns Stolen Property મુંબઈ પોલીસે ₹૧.૭૩ કરોડથી વધુનો ચોરાયેલો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપ્યો…
Vikhroli Fatal Bike Accident મુંબઈના વિક્રોલીમાં બાઇક સ્લીપ થતાં ૧૯ વર્ષીય યુવાનનું કરુણ મોત ગણેશ દર્શન કરીને ઘરે પરત ફરતી વખતે સર્જાયો કાળમુખો અકસ્માત
Juhu Beach Missing Toddler Reunited જુહુ ચોપાટી પર ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનું પરિવાર સાથે સુખદ મિલન મુંબઈ પોલીસની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના
Mumbai Metro Line Morning Block મુંબઈ મેટ્રો લાઇન ૨A, ૭ અને ૯ પર ૧૦ દિવસનો સવારનો બ્લોક ૩ નવા સ્ટેશનોના ઈન્ટિગ્રેશન માટે સેવાઓ પ્રભાવિત
Exit mobile version