ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 નવેમ્બર, 2021
ગુરુવાર
મુંબઈમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. તેમાં પણ દિવાળીના તહેવારમાં ટ્રાફિકની સમસ્યામાં વધારો થવાની શકયતા છે. તેથી ટ્રાફિક પોલીસે ટ્રાફિકની સમસ્યાને માત આપવા માટે પીક અવર્સમાં મુંબઈમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
સવાર અને સાંજના પીક અવર્સમાં ભારે વાહનોને મુંબઈમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનારા ભારે વાહનો પાસેથી દંડ વસૂલવામાં આવશે એવુ ટ્રાફિક પોલીસે કહ્યું હતું. મુંબઈ બહારથી આવનારા ભારે વાહનો સવારના 8થી 11 અને સાંજના 5થી 9 વાગ્યા સુધી મુંબઈમાં પ્રવેશ કરી શકશે નહીં.
રેલવે પાટા પાસે ફટાકડા ફોડનારાઓનું આવી બનશેઃ સેન્ટ્રલ રેલવે રાખશે આનાથી નજર; જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈ દુનિયાના 10 ટ્રાફિકવાળા શહેરોના લિસ્ટમાં બીજા નંબરે આવે છે.