Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં હવે દોડશે ઈ-રિક્ષા. થઈ ગઈ લોન્ચ. જુઓ ફોટાઓ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 17 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Channel

શુક્રવાર.

પર્યાવરણનું સંવર્ધન કરવા મહારાષ્ટ્ર સરકાર ઈ-વેહીકલને પ્રોત્સાહન આપી રહી છે. જે હેઠળ બહુ જલદી મુંબઈના રસ્તા પર ઇલેક્ટ્રિક ઓટોરિક્ષા દોડતી જોવા મળશે. તાજેતરમાં રાજયના પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેના હસ્તે ઈ-ઓટોરિક્ષાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્ર સરકાર વધુને વધુ ઈલેક્ટ્રિક વાહનો રસ્તા પર દોડે તેવા પ્રયાસ કરી રહી છે. જે અંતર્ગત ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈના હસ્તે ઈ-ઓટોરિક્ષા “ટ્રેઓ “ મુંબઈમાં લોન્ચ કરવામાં આવી હતી. આ ઓટોરિક્ષા આઠ કિલોવોટ  હાઈ વોલ્ટની ક્ષમતાવાળી છે. તેને ચલાવા માટે 50 પૈસા પ્રતિ કિલોમીટરે ખર્ચ  થશે. આ ઓટોરિક્ષાને કારણે પ્રદૂષણ તો ઓછું થશે પણ સાથે જ તેને ચલાવવાનો ખર્ચ પણ ઓછો થશે.

અહીં ઉલ્લેખનીય છે કે સરકાર ઈ-વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. તે માટે તેની ખરીદી કરનારાને કરવેરામાં અમુક છૂટ પણ આપવામાં આવી છે. એ સાથે જ સરકાર પોતાના કાફલામાં રહેલા વાહનોને પણ ધીમે ધીમે ઈ-વેહીકલમાં રૂપાંતર કરવાની છે. 2024 સુધી મુંબઈના 50 ટકા સાર્વજનિક વાહનો ઈ-વાહનો એવો નિર્ધાર કર્યો છે.

વાહ! મુંબઈગરા માટે બેસ્ટ લાવી સુપર સેવર સ્કીમઃ બસમાં પ્રવાસ કરવા માટે 72 પ્રકારની જુદી જુદી યોજના. જાણો વિગત

 

Accused Arrested For Cruel Killing Of Cats બિલાડીઓની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી પોલીસના સળિયા પાછળ, આરસીએફ પોલીસે કરી ધરપકડ
ANC Seizes MD Drugs In Jogeshwari એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી જોગેશ્વરીમાંથી ૧.૨૬ કરોડની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો
Chembur Police Case Over False Identity And Assault ધર્મ છુપાવીને યુવતી સાથે દુષ્કર્મ આચરનાર અને બ્લેકમેઈલ કરનાર વિરુદ્ધ ચેંબૂર પોલીસમાં ગુનો દાખલ
DRI Seizes Gold Worth Rs 5.47 Crore ડીઆરઆઈની મોટી કાર્યવાહી ૫.૪૭ કરોડનું સોનું જપ્ત, એરલાઈન્સના કર્મચારીઓ સહિત પાંચ ઝડપાયા
Exit mobile version