Site icon

ઈશાન મુંબઈ માટે સારા સમાચાર, હવે  સમૃદ્ધિ મહામાર્ગ સાથે જોડાશે. જાણો મહત્વકાંક્ષી યોજના વિશે.

ઈસ્ટર્ન ફ્રીવેને કારણે પૂર્વીય ઉપનગરમાં રહેતા લોકો મુંબઈ શહેર આસાનીથી પહોંચી શકે છે. હવે તેઓ મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારમાં પણ આસાનીથી પહોંચી શકશે.

truck accident on samruddhi expressway, one dead

સમૃદ્ધિ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો જારી! હવે બે ટ્રક એકબીજા સાથે અથડાયા, એકનું મોત

News Continuous Bureau | Mumbai

 મુંબઈ મેટ્રોપોલિટન રિજન ઓથોરિટી એટલે કે એમએમઆરડીએ નવો નિર્ણય લીધો છે. આ નિર્ણય ઈશાન્ય મુંબઈમાં રહેતા લોકો માટે ખૂબ ફાયદાકારકની મળશે. હાલ ઈસ્ટન ફ્રી વે સીએસટી થી  પૂર્વે ઉપનગરને જોડે છે. હવે ઈસ્ટન ફ્રી વે પર એલિવેટેડ રોડ બનાવવામાં આવશે. આ રોડ થાણા અને ત્યાંથી આગળ સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે સુધી જશે. ઉલ્લેખનીય છે કે ઈસ્ટન ફ્રી વે ને થાણે સુધી જોડવા વાળો ફ્લાયઓવર લગભગ બનીને તૈયાર છે. આ ફ્લાવર શરૂ થવાને કારણે છેડા નગર જંકશન પાસે ટ્રાફિકજામને છુટકારો મળશે. આ ઉપરાંત માનખુર્દ થી થાણા પહોંચવા માટે પહેલા કરતા ઓછો સમય લાગશે.

Join Our WhatsApp Community

કેવી છે આ યોજના ?

 એમએમઆરડીએ ના અધિકારીઓના જણાવ્યા અનુસાર કુલ ૧૭ કિલોમીટરનો ફ્રી વે વધુ 14 કિલોમીટર સુધી લંબાવવામાં આવશે. ઘાટકોપર થી આનંદ નગર સુધી 14 કિલોમીટરનો એલિવેટેડ રોડ બનશે. છેડા નગર થી કાંજૂરમાર્ગ, એરોલી, તેમજ મુલુંડથી આ માર્ગ થાણાના આનંદ નગર સુધી પહોંચશે. પ્રસ્તાવિત યોજના માટે લગભગ 3,100 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. તેમજ આનું કાર્ય વર્ષ 2026 સુધીમાં પૂરું થશે. આ માર્ગ પર બંને તરફ ત્રણ ત્રણ લેન હશે તેમ જ તેની ઉપર મુસાફરી કરવા માટે ટોલ ચૂકવવો પડશે.

આ સમાચાર પણ વાંચો:  લ્યો કરો વાત, એક તરફ મોદી નો વિરોધ અને બીજી તરફ સામના અખબારમાં આખું ફ્રન્ટ પેજ મોદીના કટ આઉટ થી છવાઈ ગયું. જુઓ ફોટો.

Mysterious Death in Dahisar:દહિસરની પીટર વાડીમાં યુવકનો રહસ્યમય મૃતદેહ મળતા સનસનાટી: MHB પોલીસ દ્વારા તપાસ તેજ
Dharavi Murder Case:ધારાવીમાં નજીવી બાબતે મિત્રએ જ મિત્રની કરી હત્યા: બાઇક પાર્કિંગનો વિવાદ લોહિયાળ ખેલમાં પરિણમ્યો
Kalyan Railway Station Drama: કલ્યાણ રેલ્વે સ્ટેશન પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: ૨૫,૦૦૦ વોલ્ટના વીજ પોલ પર શખ્સ ચઢી જતાં મચી દોડધામ
Mumbai Police Robbery Case: ૨૭ વર્ષ બાદ પાપનો ઘડો ફૂટ્યો! મુંબઈની ફાઇનાન્સ ઓફિસમાં લૂંટ ચલાવનારો આરોપી હૈદરાબાદથી ઝડપાયો
Exit mobile version