Site icon News Continuous Bureau | Mumbai

ED Raid : મહારાષ્ટ્ર ઉદ્ધવ જૂથના આ ધારાસભ્ય આવ્યા તપાસ એજન્સી EDની રડાર પર, મની લોન્ડરિંગ કેસમાં સાત સ્થળોએ દરોડા..

ED Raid : ED મુંબઈમાં લગભગ સાત સ્થળોએ દરોડા પાડી રહી છે. તેમાં રવિન્દ્ર વાયકર અને તેના કેટલાક સહયોગીઓ અને અન્ય લોકોનો પણ સમાવેશ થાય છે. રવિન્દ્ર વાયકર (64) ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથમાંથી શિવસેનાના ધારાસભ્ય છે અને મહારાષ્ટ્ર વિધાનસભામાં જોગેશ્વરી પૂર્વ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.

ED Raid ED searches premises of SS (UBT) MLA Ravindra Waikar over money laundering charges

ED Raid ED searches premises of SS (UBT) MLA Ravindra Waikar over money laundering charges

News Continuous Bureau | Mumbai 

ED Raid : કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મુંબઈ ( Mumbai ) ના જોગેશ્વરીમાં એક હોટલના નિર્માણના સંબંધિત 7 સ્થળો પર EDના દરોડા પાડ્યા છે. અને હજી પણ આ દરોડા ચાલુ છે. અહેવાલ છે કે આ દરોડા ફાઇવ સ્ટાર હોટલ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પાડવામાં આવી રહ્યા છે.

Join Our WhatsApp Channel

 અનેક સંગઠનોના પરિસરમાં દરોડા પાડ્યા

મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે જોગેશ્વરી વિસ્તારમાં એક હોટલના બાંધકામમાં કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં શિવસેના (UBT) ધારાસભ્ય રવિન્દ્ર વાયકર અને તેની સાથે સંકળાયેલા અનેક સંગઠનોના પરિસરમાં દરોડા પાડ્યા છે. જણાવી દઈએ કે ધારાસભ્ય રવિન્દ્ર વાયકર (64) ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથમાંથી શિવસેનાના ધારાસભ્ય છે અને મહારાષ્ટ્ર વિધાનસભામાં જોગેશ્વરી પૂર્વ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.

બગીચા માટે આરક્ષિત પ્લોટ પર ફાઇવ સ્ટાર હોટલ બનાવવાનો છે આરોપ 

બગીચા માટે આરક્ષિત પ્લોટ પર ફાઇવ સ્ટાર હોટલના બાંધકામ માટે ખોટી રીતે મંજૂરી મેળવવાના આરોપમાં મુંબઈ પોલીસની આર્થિક ગુનાખોરી વિંગ (EoW) દ્વારા ધારાસભ્ય વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. મની લોન્ડરિંગનો આ મામલો આનાથી સંબંધિત છે. એવો આરોપ છે કે આનાથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ને મોટું નુકસાન થયું છે.

આ સમાચાર પણ વાંચો : Vibrant Gujarat Global Summit 2024 : PM મોદી દ્વારા દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’નું ઉદઘાટન કરાયું

Rahul Priyanka Detained જંતરમંતર પર રાજકીય ઘમાસાણ કૂચ દરમિયાન આજે ફરી રાહુલ અને પ્રિયંકા ગાંધી દિલ્હી પોલીસની કસ્ટડીમાં
Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Exit mobile version