ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,
સોમવાર.
ઈડીએ ડોન દાઉદની ડી કંપની સામે સકંજો કસવાની શરૂઆત કરી દીધી છે.
ઈકબાલ કાસકરની પૂછપરછ દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ માહિતી EDના ધ્યાન પર આવી છે.
આ સંબંધમાં EDએ આજે ફરી મુંબઈમાં 7 સ્થળો પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે.
ઇડીના સૂત્રોના જણાવ્યા અનુસાર ડી-કંપની વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા માટે દરોડા પાડવામાં આવ્યા છે.
નોંધનીય છે કે 15 ફેબ્રુઆરીએ ઈડીએ અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેની ડી કંપની પર પોતાની પકડ વધુ કડક કરતા મુંબઈમાં ડી કંપની સાથે સંબંધિત 10 સ્થળો પર દરોડા પાડ્યા હતા.
