Site icon

હવે ઉદ્ધવના ખાસમખાસ અને જોગેશ્વરીના આ ધારાસભ્યની 8 કલાક પુછપરછ.. માતોશ્રીમાં ટેન્શન. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 22 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર. 

મહાવિકાસ આઘાડીના એક પછી એક મંત્રીઓ અને ધારાસભ્યોની પાછળ મુસીબતો હાથ ધોઈને પડી ગઈ છે, ખાસ કરીને શિવસેના અને એનસીપીના નેતાઓની પાછળ કેન્દ્રીય તપાસ એજેન્સી આદુ ખાઈને પાછળ પડી ગઈ હોવાનું ચર્ચાય છે. હવે જોગેશ્વરીના વિધાનસભ્ય રવિન્દ્ર વાયકર ડાયરેક્ટરોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ(ED)ના રડારમાં  આવી ગયા છે. મંગળવારે EDએ તેમની આઠ કલાક પૂછતાછ કરી હતી. તેઓ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના એકદમ નજીકના ખાસમખાસ ગણાય છે, તેથી માતોશ્રી હવે ચિંતામાં પડી ગયું છે.

મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારે તાજેતરમાં જ બે વર્ષ પૂરા કર્યા છે. પરંતુ તેના મંત્રીઓ જે રીતે એક પછી એક તપાસ એજેન્સીના હાથે ચઢી રહ્યા છે, તેથી ઉદ્ધવ ઠાકરેની ચિંતા વધી ગઈ છે. મંગળવારે EDએ રવિન્દ્ર વાયકરને સમન્સ મોકલીને તપાસ માટે બોલાવ્યા હતા. તેમની EDના અધિકારીઓએ સતત આઠ કલાક પૂછતાછ કરી હતી અને તેમનું સ્ટેટમેન્ટ નોંધ્યું હતું.

કાંદીવલી માં ચકચાર. પાડોશ માં રહેતી છોકરી સાથે દુષ્કર્મ ની ફરિયાદ બાદ યુવક ની ધરપકડ. જાણો વિગત

થોડા દિવસ પહેલા જ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ રવિન્દ્ર વાયકર અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે સામે આરોપ મૂક્યો હતો કે માર્કેટ વેલ્યૂ કરતા ઓછી કિંમત પર અન્વય નાઈકની કોરલાઈ સંપત્તિ મેળવી હતી. પરંતુ તેનો ઉલ્લેખ ચૂંટણી દરમિયાન એફિડેવિડમાં કર્યો નહોતો.
કોરલાઈ પ્લોટ પર 19 બંગલા બાંધવામાં આવ્યા છે, તેને લઈને રવિન્દ્ર વાયકરે સોમૈયા પર 100 કરોડ રૂપિયાનો માનહાનીનો દાવો પણ કર્યો છે. તેમના કહેવા મુજબ સોમૈયાના આવા બિનપાયાના આરોપને કારણે તેમને માનસિક ત્રાસ વેઠવો પડયો છે. આ સંપત્તિ તેમણે ભારે મહેનત અને લોહીપસીનો વહાવીને એક પછી એક જમા કરી છે.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version