Site icon

હેં! મુંબઈના મઢમાં ૮૩૦ બંગલાના નકશા બોગસ, દોષી સામે પગલાં લેવાનું આશ્વાસન આપ્યું આ મિનિસ્ટરે; જાણો વિગત

ન્યુઝક્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ,૨૮ ડિસેમ્બર ૨૦૨૧.

Join Our WhatsApp Community

મંગળવાર.

મુંબઈના મઢ વિસ્તારમાં લગભગ ૮૩૦ બંગલાના બોકસ નકશા બનાવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. સ્થાનિક માફિયાઓ અને અમુક વગદાર લોકોએ સરકારના જમીનનો રેકોર્ડ રાખનારા ડિપાર્ટમેન્ટ ઓફ લૅન્ડ રેકોર્ડના અધિકારીઓ સાથે મિલીભગત કરીને  બોગસ નકશા બનાવ્યા હોવાની માહિતી અધિવેશનમાં આપવામાં આવી છે.

આવા બોગસ નકશા બનાવી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કરનારાઓ સામે સરકાર આકરા પગલા લેશે. આ લોકો સામે સેટલમેન્ટ કમિશનર એન્ડ ડાયરેકટર ઓફ  લેન્ડ રેકોર્ડ દ્વારા એક મહિનાની અંદર તપાસ કરીને દોષી સામે આકરા પગલા લેવામાં આવશે એવી માહિતી મહેસુલ મંત્રી બાળાસાહેબ થોરાતે શિયાળુ અધિવેશનમાં આપી હતી.

ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટીને નરીમન પોઈન્ટમાં પોલીસે લીધા અટકાયતમાં. આ છે કારણ; જાણો વિગતે

મુંંબઈના પશ્ચિમ ઉપનગરના મઢ આઈલેન્ડમાં નો ડેવલપમેન્ટ ઝોન, કોસ્ટલ રેગ્યુલેશન ઝોન(સીઆરઝેડ) અને નોન એગ્રીકલ્ચર(એનએ) નિયમનું ઉલ્લંઘન કરીને સમારકામને નામે શ્રીમંતોએ ડિપાર્ટમેન્ટ ઓફ લૅન્ડ રેકોર્ડના અમુક અધિકારીઓને હાથમાં લઈને ૧૯૬૭ના મૂળ નકસાની બોગસ કોપી તૈયાર કરી હતી. આ કરોડો રૂપિયાનો બોગસ કૌભાંડ છે એવો આરોપ વિધાનપરિષદના વિરોધ પક્ષ નેતા પ્રવીણ દરેકરે કર્યો હતો. તેની સામે જવાબ આપતા સમયે બાળાસાહેબ થોરાતે દોષી સામે આકરા પગલા લેવામાં આવશે એવો જવાબ આપ્યો હતો.

Dadar Station: મુંબઈના દાદર સ્ટેશન પાસે હાઈવોલ્ટેજ ડ્રામા: એક બિલ્ડિંગ પરથી બીજી પર કુદકા મારતા વ્યક્તિ ને કારણે અફરાતફરી, ૨ કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
Exit mobile version