Site icon

લ્યો કરો વાત : રસ્તા અને પુલ બનાવવા માટે ૧૮ સલાહકાર સમિતિ, જી હા, બનાવવા માટે નહીં, માત્ર સલાહ આપવા માટે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર

મુંબઈાપુલ, ફ્લાયઓવર જોખમકારક અવસ્થામાં હોવાથી ત્યાં વાહનવ્યવહાર બંધ કરાયો છે. પુલ કે સબવેનાં બાંધકામનાં અનેક કાર્યો મોટા પ્રમાણમાં શરૂ છે તો તેમાંનાં કેટલાંક કાર્યો અધવચ્ચે જ રખડી પડ્યાં છે. આ કામોને નક્કી કરેલી મુદતમાં પૂર્ણ કરવા પર પાલિકાએ ભાર આપવો જોઈએ, ત્યારે પુલના બાંધકામની રૂપરેખા અને ટેક્નિકલ બાબતો વિશે સલાહ આપવા માટે પાલિકાએ ૧૮ સલાહકારોની નિમણૂક કરી છે.

Join Our WhatsApp Community

સલાહકારોની યાદી તૈયાર કરવા માટે પુલ વિભાગે ટેન્ડર મગાવ્યાં હતાં. એમાં બાવીસ સલાહકાર સંસ્થાઓ સહભાગી થઈ હતી. સલાહકારોનાં પ્રમાણપત્રોની તપાસ કર્યા બાદ બાવીસમાંથી ત્રણ ટેન્ડરો બાદ કરાયાં હતાં. એક ટેન્ડરનો સમાવેશ પાલિકાની સલાહકાર સમિતિમાં પહેલેથી જ હોવાથી એના ટેન્ડરને રાખવામાં આવ્યું હતું. બાવીસ સંસ્થાઓની ગુણવત્તાના આધારે તેમને અંક અપાયા હતા. એમાંથી ૧૮ સંસ્થાઓની સલાહકાર તરીકે નિમણૂક થઈ છે.

ભાજપ આક્રમક બન્યો : મુંબઈથી આતંકવાદી પકડાયો ત્યાં સુધી રાજ્યની ઍન્ટી ટેરરિઝમ સ્ક્વૉડ સૂઈ ગઈ હતી? જાણો વિગત

આ ૧૮ સલાહકારો ત્રણ વર્ષ માટે પુલોનાં કામ, તેમની તપાસ અને નિરીક્ષણ કરશે અને યથાયોગ્ય સલાહ આપશે. આ સલાહ સેવાનો ખર્ચ પાલિકા દરેક પ્રોજેક્ટ માટે ફાળવેલા ફંડમાંથી કાઢશે.

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version