Site icon

મુંબઈની લોકલ ટ્રેનમાં મારપીટ બાદ હત્યા? આ રેલવે લાઈનની લગેજ કોચમાં મળી આવ્યો વૃદ્ધ મુસાફરનો મૃતદેહ.. મુસાફરોમાં ભયનો માહોલ

મુંબઈવાસીઓની લાઈફલાઈન એવી લોકલમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. મુંબઈમાં ચાલતી લોકલમાં આ ભયાનક ઘટના બની છે. લોકલના લગેજ કમ્પાર્ટમેન્ટમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે

Mumbai local : Western Railway Canceled 250 Locals For 10 Days due to this reason

Mumbai local : Western Railway Canceled 250 Locals For 10 Days due to this reason

News Continuous Bureau | Mumbai

મુંબઈવાસીઓની લાઈફલાઈન એવી લોકલમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. મુંબઈમાં ચાલતી લોકલમાં આ ભયાનક ઘટના બની છે. લોકલના લગેજ કમ્પાર્ટમેન્ટમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. રેલવેની સેન્ટ્રલ રેલવે લાઇન પર દોડતી લોકલ ટ્રેનમાં આ ઘટના બની છે. રેલવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટનાને કારણે લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષાનો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

ચાલતી લોકલના લગેજ કમ્પાર્ટમેન્ટમાંથી 65 વર્ષીય વ્યક્તિની લાશ મળી આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ વૃદ્ધાની હત્યા થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. લોકલમાં હંમેશા મુસાફરો વચ્ચે ઝઘડા અને ઘર્ષણની ઘટનાઓ બનતી રહે છે. જો કે હવે લોકલ કોચમાં થયેલી હત્યાથી મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો છે.

ખરેખર શું થયું?

રેલવે પોલીસે માહિતી આપી છે કે મધ્ય રેલવે લાઇન પર કલ્યાણથી ટિટવાલા સ્ટેશન વચ્ચે દોડતી લોકલમાં વૃદ્ધનું મોત થયું હતું. કલ્યાણ રેલવે પોલીસે આ કેસમાં એક શકમંદની અટકાયત પણ કરી છે.

આ સમાચાર પણ વાંચો : મનસે નેતા સંદીપ દેશપાંડે પર જીવલેણ હુમલો, હોસ્પિટલમાં કરાયા દાખલ.. જાણો હાલ કેવી છે તેમની સ્થિતિ

65 વર્ષીય વ્યક્તિ આંબિવલીના રહેવાસી છે. તે આંબિવલીથી લોકલ પકડીને કોઈ કામ માટે કલ્યાણ આવ્યા હતા. કામ પતાવીને તેઓ ફરી ઘરે આંબિવલી જવા રવાના થયા. ઘરે જવા માટે તેમણે કલ્યાણ રેલવે સ્ટેશનથી ટિટવાલા જવા માટે લોકલ લીધી.  તેઓ સામાનના ડબ્બામાં મુસાફરી કરી રહ્યા હતા. જોકે, પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે લોકલમાં ચડતી વખતે કે બેસતી વખતે કોઈ વિવાદને કારણે તેમને માર મારવામાં આવ્યો હતો અને તેમનું મૃત્યુ થયું હોઈ શકે છે. કલ્યાણ રેલ્વે પોલીસને આ ઘટનાની માહિતી મળતા જ તેમણે દેશમુખના મૃતદેહનો કબજો લીધો હતો. દેશમુખના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મ્યુનિસિપલ રુક્મિણીબાઈ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. હવે આ હત્યાનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ બહાર આવશે.. 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version