Site icon

મુંબઈમાં બેખૌફ બદમાશો… શહેરના આ વિસ્તારમાં દિન દહાડે બંદૂકની અણીએ વૃદ્ધ મહિલાને લૂંટી, થઇ ગયા ફરાર

મુંબઈના ( Mumbai ) દાદર વિસ્તારમાં સોમવારે ધોળે દિવસે બંદુકની અણીએ લૂંટની ઘટના બની છે, દાદર વિસ્તારમાં આવેલી એક રહેણાંક બિલ્ડીંગમાં અજાણ્યા શખ્સોએ 70 વર્ષીય મહિલાના ( Elderly woman ) ઘરમાં ઘૂસી બંદૂકની અણી પર 12 લાખ રૂપિયાની લૂંટ ( robbed  ) ચલાવી હોવાની ઘટના સામે આવી છે. દિન દહાડે બનેલી લૂંટની આ ઘટનાથી નાગરિકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે.

Germany Church shooting: 'Several' dead after gunman opens fire at Hamburg

અમેરિકા બાદ હવે આ દેશમાં થયો અંધાધૂંધ ગોળીબાર; 7 લોકોના મોત, ઘણા ગંભીર રીતે ઘાયલ..

News Continuous Bureau | Mumbai

મુંબઈના ( Mumbai ) દાદર વિસ્તારમાં સોમવારે ધોળે દિવસે બંદુકની અણીએ લૂંટની ઘટના બની છે, દાદર વિસ્તારમાં આવેલી એક રહેણાંક બિલ્ડીંગમાં અજાણ્યા શખ્સોએ 70 વર્ષીય મહિલાના ( Elderly woman ) ઘરમાં ઘૂસી બંદૂકની અણી પર 12 લાખ રૂપિયાની લૂંટ ( robbed  ) ચલાવી હોવાની ઘટના સામે આવી છે. દિન દહાડે બનેલી લૂંટની આ ઘટનાથી નાગરિકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે.

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ સોમવારે સાંજે, દાદરના કાશીનાથ ધુરુ માર્ગ કીર્તિ કોલેજ વિસ્તારમાં રહેણાંક મકાનના 8મા માળે એકલી રહેતી 70 વર્ષીય વરિષ્ઠ નાગરિક મહિલાના ઘરમાં અજાણ્યા શખ્સો મીઠાઈ આપવાના બહાને બળજબરીથી ઘૂસી આવ્યા હતા. ત્યાર બાદ એક બદમાશે પોતાની પાસે રહેલી રિવોલ્વર કાઢીને વૃદ્ધ મહિલાના માથા પર મૂકીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને બેડરૂમમાં લાવ્યો. આ પછી તેને બેડરૂમમાં કબાટ ખોલવા દબાણ કર્યું હતું અને કબાટમાંથી સોનાના સિક્કા અને રૂ.12 લાખની કિંમતના પૈસાની લૂંટ ચલાવી હતી. લૂંટની ઘટનાથી ગભરાઈ ગયેલા વૃદ્ધે પાડોશીઓને ઘટનાની જાણ કરી હતી. અને પછી તેમણે આ ઘટના અંગે દાદર પોલીસને જાણ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : તમે ક્યારેય નહીં ખાધા હોય એવા બાજરી ના લોટ ના ચીલા , ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સોફ્ટ ,જાણો બનાવવાની રીત

જાણકારી મળતા જ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ વૃદ્ધ મહિલાની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે લૂંટ, પ્રોહીબીશન ઓફ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. દાદર પોલીસે આ કેસમાં વિસ્તારના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને લૂંટારાને શોધવા માટે એક વિશેષ ટીમની રચના કરી છે. દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જોકે બીજો આરોપી હજુ પણ ફરાર છે, હાલ તેની શોધખોળ ચાલુ છે. દિન દહાડે બનેલી આ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને એકલા રહેતા વૃદ્ધોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

Rupali Ganguly: ઓક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ટ્રાફિકમાં ફસાઈ સોશ્યલ મિડીયા પર બળાપો કાઢ્યો કહ્યું ‘મુંબઈકરોની ધીરજની પરીક્ષા ન લો’
Goregaon Fire: ગોરેગાંવની રહેણાંક ઈમારતમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
Vakola Police: વાકોલામાં મહિલા સાથે જાતીય શોષણ અને અશ્લીલ તસવીરોથી બ્લેકમેલ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ
Jogeshwari Tanker Accident:જોગેશ્વરીમાં બેફામ ગતિએ આવતા ટેન્કરની ટક્કરે ૬૩ વર્ષીય વૃદ્ધાનું કરુણ મોત
Exit mobile version