Site icon

તો ફાઈનલ ઓબીસી આરક્ષણ વગર થશે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી, ચૂંટણી પંચે મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની રચનાનો ફાઈનલ ડ્રાફ્ટ કર્યો જાહેર. 

News Continuous Bureau | Mumbai 

મુંબઈમ મહાનગરપાલિકાના વોર્ડની નવેસરથી રચના કરવામાં આવી છે. નવા વોર્ડ પુનઃરચના અંગે શુક્રવારે ચૂંટણી પંચે અંતિમ સૂચના જાહેર કરી હતી. તે મુજબ મુંબઈ મહાનગરપાલિકામાં હવે  227ને બદલે 236 વોર્ડ હશે. ચૂંટણી પંચે બહાર પાડેલી સૂચનામાં વોર્ડની નવી સીમાઓ પણ જાહેર કરવામાં આવી છે, જેમાં અનેક વોર્ડ બદલાઈ ગયા છે.

Join Our WhatsApp Community

શુક્રવારે રાજ્ય ચૂંટણી પંચે એક પરિપત્ર બહાર પાડ્યો છે. દરેક વોર્ડ કેવો હશે તેની વિગતો આ પરિપત્રમાં આપવામાં આવી છે. વોર્ડ નંબર, એરિયાની કુલ વસ્તી પણ જાહેર કરવામાં આવી છે. તેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તી કેટલી છે, તેની માહિતી પણ જણાવવામાં આવી છે. ચૂંટણી પંચના પરિપત્રક બાદ એ વાત જાહેર થઈ ગઈ છે આ ચૂંટણી ઓબીસી આરક્ષણ વગર થશે. 

 

નવેસરથી નવ વોર્ડ બન્યા છે, જેમાં ત્રણ દક્ષિણ મુંબઈમાં, ત્રણ પશ્ચિમ ઉપનગરમાં અને ત્રણ વોર્ડ પૂર્વ ઉપનગરમાં વધ્યાં છે. શહેરના વિસ્તારના ત્રણ વોર્ડ વરલી, પરેલ અને ભાયખલામાં વધ્યા છે. પશ્ચિમ ઉપનગરમાં બાંદ્રા, અંધેરી, દહિસર તો પૂર્વ ઉપનગરમાં કુર્લા, ચેમ્બુર અને ગોવંડીમાં નવા વોર્ડ બન્યા છે. વધારાના 9 વોર્ડમાંથી 6 વોર્ડ શિવસેનાનો ગઢ માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : વિદેશ યાત્રા કરવા માંગો છો? તો લઇ શકો છો બૂસ્ટર ડોઝ, સ્વાસ્થ્ય મંત્રીએ કરી આ મોટી જાહેરાત; જાણો વિગતે 

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ રચનામાં અનામતની વિગત પણ છે.

મુંબઈ મહાનગરપાલિકામાં વોર્ડમાં આરક્ષણ રાખવામાં આવ્યા છે, જેમાં ઓપન કેટેગરી – 219, SC-15 અને ST-2 માટે બેઠકો રહેશે.  

મહિલામાં બેઠકો અનામત હશે, જેમાં ઓપન કેટેગરી – 118, SC – 8 અને ST – 1 રહેશે.

મુંબઈમાં 9 નવા વોર્ડ ઉમેરવામાં આવ્યા છે, તેમાંથી 6 વોર્ડ શિવસેનાનો ગઢ માનવામાં આવે છે, જ્યારે અન્ય 3 વોર્ડમાં ભાજપના ધારાસભ્યોનું વર્ચસ્વ છે. જો કે કોંગ્રેસ અને એનસીપીના ધારાસભ્યોના વિભાગમાં કોઈ નવા વોર્ડની રચના થઈ નથી.

દક્ષિણ મુંબઈમાં F-સાઉથ- પરેલમાં એક  વોર્ડ અને જી-સાઉથમાં  એક વોર્ડ વધ્યો છે. E-વોર્ડ ભાયખલામાં એક વોર્ડ વધ્યો છે. 

પશ્ચિમ ઉપનગરમાં આર ઉત્તર- દહિસરમાં એક વોર્ડ વધ્યો છે, K-ઈસ્ટ અને H પૂર્વ મળીને  અંધેરીમાં  પૂર્વમાં એક વોર્ડ વધ્યો છે. 

કાંદિવલીમાં આર-સાઉથમાં એક વોર્ડ વધ્યો છે. પૂર્વ ઉપનગરમાં એલ-વોર્ડ કુર્લામાં એક વોર્ડ વધ્યો છે. N વોર્ડ  ઘાટકોપરમાં એક  વોર્ડ વધ્યો છે. એમ પૂર્વ- ચેમ્બુરમાં એક વોર્ડ વધ્યો છે.

નવી વોર્ડ રચના જોવા માટે આ વેબસાઈટ પર ક્લિક કરીને જોઈ શકો છો. https://portal.mcgm.gov.in 

આ સમાચાર પણ વાંચો : આ તે કેવી વાત? ખેતરમાં ચીકુના મણના ભાવ 300 રુપીયા અને મુંબઈમાં એક ચીકુ 5 રુપીયાનું. ખેડુત પાયમાલ – મુંબઈવાસી પાયમાલ અને વચેટીયાઓ માલામાલ.  
 

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version