ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,26 જાન્યુઆરી 2022
બુધવાર.
મુંબઈ મહાનગરપાલિકાના 236 વોર્ડનો ડ્રાફ્ટ રાજ્યના ચૂંટણી પંચને સબમિટ કરવામાં આવ્યો છે. તેથી હવે ચૂંટણી પંચ આગળની પ્રક્રિયા જાહેર કરશે. મુંબઈ મહાનગરપાલિકામાં 9 માર્ચ પહેલા ચૂંટણી થઈને સત્તાની સ્થાપના થવી આવશ્યક છે. અન્યથા હાલની સત્તાધારીને થોડો સમય વધારી આપવો પડશે અથવા ચૂંટણી લંબાવવાની પરિસ્થિતિમાં એડમિનિસ્ટ્રેશન નીમવો પડશે. જોકે આ સમસ્યાને ટાળવા માટે ચૂંટણી પંચ ચૂંટણીનો કાર્યક્રમ માર્ચ ના પહેલા અઠવાડિયામાં જાહેર કરી નાખશે એવું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.
મહારાષ્ટ્રમાં મહિલાઓ પર થતા અત્યાચારને રોકવા નિર્ભયા સ્કવોડ નું ઉદ્ઘાટન; જાણો વિગત
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં થવાની હતી. પરંતુ કોરોનાની ત્રીજી લહેરને કારણે અને ઓબીસી રિઝર્વેશનને કારણે ચૂંટણી લંબાઈ જવાની શક્યતા જણાતી હતી. આ દરમિયાન રાજ્ય સરકારે મુંબઈના વોર્ડની સંખ્યા 227માંથી 236 કરી નાખી હતી. તેથી આ 236 વોર્ડનો ડ્રાફ્ટ ચૂંટણી પંચને રજૂ કરવામાં આવ્યો છે.
ચૂંટણી પંચ હવે તે સામે લોકો પાસેથી વાંધા અને સૂચનો મગાવશે ત્યારબાદ વોર્ડનું આરક્ષણ જાહેર કરશે. ઓબીસીની લઈને હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી છતાં અન્ય આરક્ષણ રહેશે. આ પ્રક્રિયામાં સમય જવાની શકયતા હોવાથી ચૂંટણી 8 માર્ચ પહેલા થાય એવું જણાતું નથી.
જોકે સુપ્રીમ કોર્ટનો અગાઉનો આદેશ અને પાલિકાને કોઈ પણ મુદત વધારી નહીં આપવાના આદેશને પગલે તેમજ એડમિનિસ્ટ્રેશન નીમવામાં પણ અનેક અડચણો હોવાને કારણે ચૂંટણી પંચ કોઈ પણ હિસાબે 8 માર્ચ પહેલા એટલે કે માર્ચ ના પહેલા અઠવાડિયામાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર કરશે એવું માનવામાં આવે છે.
ચૂંટણી જાહેર થઈ જાય તો આચારસંહિતા લાગુ પડી જાય અને તેને કારણએ પાલિકાની ચૂંટણીની પ્રક્રિયા ચાલુ હોવાથી હાલની પાલિકાને મુદત પૂરી થઈ હોવા છતા તેને સમય વધારી આપવાની ગરજ પડશે નહીં . તેમ જ મુદત પૂરી થઈ ગઈ હોવાથી પાલિકા પર પ્રશાસન લાવવાની પણ જરૂર નહીં પડે એવું માનવામાં આવે છે.
