ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૬ એપ્રિલ 2021
શુક્રવાર
મહારાષ્ટ્ર રાજ્યમાં આશરે એક લાખ સહકારી ગૃહ નિર્માણ સંસ્થા છે જેમાંથી ૮૦,૦૦૦ જેટલી સોસાયટી માં 250 થી ઓછા સભ્ય છે. કોરોના ને કારણે લગભગ એક વર્ષથી તેની ચૂંટણી ટળી રહી છે. હવે મહારાષ્ટ્ર સરકાર ના સહકાર વિભાગે આ સંદર્ભે guideline તૈયાર કરી છે. આ ગાઇડલાઇન મુજબ…
૧. જે હાઉસિંગ સોસાયટીમાં 250 થી ઓછા સભ્ય હોય તેણે ચૂંટણીમાં ભાગ નહી લઇ રહેલાં સભ્યને ચૂંટણી અધિકારી બનાવો રહ્યો. આ ઉપરાંત આ સભ્યો ગત કમિટીના સભ્ય ન હોવા જરૂરી છે.
૨. કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને અથવા એકાઉન્ટન્ટને ચૂંટણી અધિકારી ન બનવા દેવાય
૩. ચૂંટણી સંદર્ભે ના તમામ નીતિ નિયમો જેવાના તેવા રહેશે.
૪. આ ચૂંટણી કઈ રીતે પાર પાડવી તે સંદર્ભે એક માહિતી પુસ્તિકા મે મહિના સુધી બનીને તૈયાર થઇ જશે. ત્યારબાદ તમામ હાઉસિંગ સોસાયટીઓ ના સભ્યોને ઓનલાઇન ટ્રેનિંગ આપવામાં આવશે.
આમ આગામી બેથી ત્રણ મહિનાની અંદર મહારાષ્ટ્રની હાઉસિંગ સોસાયટી ની ચૂંટણી શરૂ થઈ જશે
