News Continuous Bureau | Mumbai
ભત્રીજા યુગેન્દ્ર પવારના આંસુ ન રોકાયા
અજિત પવારના ભાઈ શ્રીનિવાસ પવારના પુત્ર અને ‘દાદા’ ના ભત્રીજા યુગેન્દ્ર પવાર આ સમાચાર સાંભળીને ભાંગી પડ્યા હતા. અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. કાકા અજિત પવાર સાથે તેમનો ગાઢ સંબંધ હતો, અને આ સમાચાર તેમના માટે માનવા અશક્ય હતા. પવાર પરિવારના અન્ય સભ્યો પણ બારામતીની હોસ્પિટલ પહોંચી રહ્યા છે.
અનિલ દેશમુખ મીડિયા સામે રડી પડ્યા
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને NCP ના વરિષ્ઠ નેતા અનિલ દેશમુખ પણ પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યા નહીં. મીડિયા સાથે વાતચીત કરતી વખતે તેમની આંખો છલકાઈ ગઈ હતી. તેઓ પૂરી વાત કરી શક્યા નહોતા અને ખિસ્સામાંથી રૂમાલ કાઢીને આંસુ લૂછતા જોવા મળ્યા હતા. તેમણે અજિત પવારને શ્રદ્ધાંજલિ આપતા પવાર પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
#WATCH | Nagpur | NCP-SCP leader & former Maharashtra Home Minister, Anil Deshmukh, fails to find words and breaks down on news of Maharashtra Deputy CM Ajit Pawar’s passing away in a plane crash in Baramati pic.twitter.com/t7Q8ALAd0A
— ANI (@ANI) January 28, 2026
આ સમાચાર પણ વાંચો: Ajit Pawar Plane Crash:વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું અવસાન, સુપ્રિયો સુલે બારામતી જવા રવાના,અમિત શાહ, પીએમ મોદી એ વ્યક્ત કર્યો શોક
બારામતીમાં ‘દાદા’ ની રાહ જોતી સભા અને દુર્ઘટના
અજિત પવાર મુંબઈથી પોતાના ખાનગી વિમાનમાં બારામતી જઈ રહ્યા હતા, જ્યાં તેમની એક મોટી જનસભા યોજાવાની હતી. એરસ્ટ્રિપ પર લેન્ડિંગ કરતી વખતે વિમાન રનવે પર ઉતરવાને બદલે બાજુના ખેતર તરફ ફંટાઈ ગયું હતું અને જમીન સાથે અથડાતા જ તેમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે વિમાનમાં સવાર કોઈ પણ વ્યક્તિ બચી શકી નહોતી.
