Site icon News Continuous Bureau | Mumbai

ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા મુંબઈ ટ્રાફિક પોલીસનો નવો કિમિયો – હવે અઠવાડિયામાં આટલા દિવસ નો હોંક ડે

News Continuous Bureau | Mumbai 

મુંબઈ ટ્રાફિક પોલીસે(Mumbai Traffic police) હવે દર અઠવાડિયાના બુધવારે મુંબઈમાં ધ્વનિ પ્રદૂષણ(noice pollution)નો રોકવા માટે “નો હોંક ડે”(No Hornk Day)ની ઝુંબેશ હાથ ધરવાની છે.

Join Our WhatsApp Channel

વિકાસની સાથે જ વાતાવરણમાં પ્રદૂષણની સાથે જ ધ્વનિ પ્રદૂષણ(Mumbai noice pollution) પણ વધી રહ્યું છે. મુંબઈ પોલીસે ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે ગયા અઠવાડિયે એક દિવસ સાંજના સમયે "નો હોંક ડે" ઝુંબેશ હાથ ધરી હતી. એ દરમિયાન વાહનના હોર્ન વગાડવા પર પ્રતિબંધ હતો. હોર્ન વગાડનારાને મુંબઈ ટ્રાફિક પોલીસ દ્વારા દંડ(fine) ફટકારવામાં આવ્યો હતો. આ ઝુંબેશ ભરપૂર સફળતા મળી હતી.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં BMC નો 100 ટકા નાળાસફાઈનો પોકળ દાવો -જુઓ વિડિયો

તેથી મુંબઈ ટ્રાફિક પોલીસે હવે દર અઠવાડિયે બુધવાર(wednesday)ના સાંજના સમયે “નો હોંક ડે” ઝુંબેશ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. તેની જાહેરાત તેણે સોશિયલ મીડિયા ટ્વીટર પર કરી હતી. તે મુજબ દર બુધવારે મુંબઈમાં સાંજના ફરી જો તમે તમારા વાહનનો હોર્ન વગાડયો તો નજીકની ટ્રાફિક ચોકીમાં ટ્રાફિકના નિયમોની અભ્યાસ કરવા માટે કલાક બેસવાની તૈયારી રાખજો.

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version