Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં વધુ 6 કેન્દ્રો પર કોરોના વેક્સીનની તાલીમ આપવામાં આવશે.. પાલીકા સજ્જ.. જાણો કઈ જગ્યાએ..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
14 જાન્યુઆરી 2021 

મુંબઈ મહાનગરપાલિકાએ કોરોના રસીકરણ માટેની તમામ તૈયારી કરી લીધી છે. આ રસીકરણ 16 જાન્યુઆરીથી 9 કેન્દ્રો પર શરૂ થશે. આ ઉપરાંત રસીકરણ કેન્દ્રોને વિસ્તૃત કરવા માટે aવધુ છ સ્થળોએ 15 જાન્યુઆરીએ ડ્રાય રન યોજવામાં આવશે. આ દરમિયાન, મેયર કિશોરી પેડનેકરે ટિપ્પણી કરી હતી કે આજે મુંબઈમાં કોરોના રસીનો ડોઝ આવ્યા પછી કળિયુગમાં 'સંજીવની' મળી હોય એમ લાગે છે. 

Join Our WhatsApp Channel

પ્રથમ તબક્કા પછી 16 મી જાન્યુઆરીએ ફ્રન્ટલાઈન સ્ટાફને બીજા તબક્કામાં રસી આપવામાં આવશે, ત્યારબાદ ત્રીજા તબક્કામાં પચાસ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો તેમજ જોખમી બીમારીઓ ધરાવતા વ્યક્તિઓને રસી આપવામાં આવશે. 

રસીકરણ પછી પણ, નાગરિકોએ માસ્ક, સામાજિક અંતર અને નિયમિત હાથ ધોવાનાં નિયમોનું પાલન કરવું પડશે. એમ મૅયરે  જણાવ્યું હતું. 

# હવે પ્રશ્ન થશે કે આ રસી કઈ રીતે મેળવી શકાય..?? 

★ પ્રથમ કોવિન એપ પર આધારકાર્ડ દ્વારા નોંધણી કરાવવાની રહેશે. 
★ લાભાર્થીઓને તેમન મોબાઇલ નંબર પર એક એસએમએસ મળશે. 
★ તેઓને રસીકરણના દિવસ, સમય અને સ્થળ વિશે માહિતગાર કરવામાં આવશે. 
★ પ્રથમ ડોઝ પછી 28 દિવસ પછી બીજા ડોઝની જાણ કરવામાં આવશે. 
★ બંને ડોઝ પૂર્ણ થયા પછી ડિજિટલ સર્ટિફિકેટની એક લિંક મોકલવામાં આવશે.

Dombivli। ડોંબિવલીમાં 4 મહિનાથી ગુમ કોલેજ વિદ્યાર્થીનું અપહરણ 5 લાખની ખંડણી માંગતા પરિવારમાં ફફડાટ
Sewri।શિવડીમાં અતિક્રમણ વિરોધી કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ પાલિકાની કામગીરી થંભી
Fraud Case। ગુજરાતના પૂર્વ સાંસદના પુત્રની ખોટી ઓળખ આપી વેપારીને લાખોનો ચૂનો લગાવનાર ઠગબાજ ઝડપાયો
Mahim। માહિમમાં મોબાઈલ ચોરીના વહેમમાં મિત્રની જ નિર્મમ હત્યા એક આરોપીની ધરપકડ
Exit mobile version