ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૮ એપ્રિલ 2021
બુધવાર
મુંબઈ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસ તેમજ નવા કેસના આંકડામાં ઘણો સુધારો જોવા મળ્યો છે. આવા સમયે લોકો ખુશ થઇ રહ્યા છે. જોકે બીજી તરફ વિપક્ષ એ પ્રશ્ન પૂછ્યો છે કે મુંબઈ શહેરમાં આરટીપીસીઆર ટેસ્ટ કેમ ઘટાડવામાં આવ્યા છે.
19 એપ્રિલ ના દિવસે મુંબઈ શહેરમાં 36500 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે કે 26 એપ્રિલના રોજ માત્ર 28,300 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ તેવો દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈ શહેરમાં કોરોના ના કેસ ઘટી રહ્યા છે.
મુંબઈમાં કોઈને વેક્સિન મફત નહીં મળે : મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર નું બયાન.
વિપક્ષનો આરોપ છે કે આ રીતે ટેસ્ટિંગ ઘટાડવા ને કારણે ઘરની અંદર વિકસી રહેલો કોરોના સમય જતા બહાર આવશે અને પરિસ્થિતિ જેમની તેમ રહેશે..