Site icon

કોરોનાના લક્ષણો હોવા છતાં રેલ્વેમાં મુસાફરી કરશો તો દંડ ભરવાથી કામ નહીં ચાલે.. સીધા જેલ જવું પડશે… જાણો વધુ નિયમો.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
15 ઓક્ટોબર 2020

દિવસે દિવસે રેલવેના નિયમો અને કાયદાઓ કડક થઇ રહયાં છે. એનો સાફ મતલબ છે કે નિયમો તોડવા પર દંડ ભરીને નહીં છૂટી શકાય, પરંતુ જે તે કલમ હેઠળ ગુનો નોંધાતાં જેલની સજા પણ કાપવી પડશે. કોરોનાની સારવાર પછી રેલવેમાં મુસાફરી કરનારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીગ સહિતના પ્રોટોકોલ અને નિયમોનું પાલન કરવું પડશે, એમ રેલવે પોલીસ ફોર્સે જણાવ્યું હતું. આગામી તહેવારોની સીઝનમાં મુસાફરી કરનારાઓ માટે રેલવે પોલીસ ફોર્સે વિગતવાર ગાઈડલાઈન જાહેર કરી છે.  જેમાં જણાવ્યાં મુજબ મુસાફરી કરતી વખતે મુસાફરે શું કરવું અને શું ના કરવું એની સમજણ આપવામાં આવી છે. 

Join Our WhatsApp Community

કોરોનાની સારવાર પછી સાજા થયાની જાહેરાત અથવા તો રિપોર્ટની રાહ જોતા હોવ ત્યારે મુસાફરીમાં માસ્ક ફરજીયાત અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. જાહેરમાં ઇરાદાપૂર્વક થુંકવું અથવા તો શૌચ ક્રિયા કે પેશાબ કરવા પર પણ પ્રતિબંધ રહેશે, એમ આરપીએફએ કહ્યું હતું. રેલવે સ્ટેશને અને ટ્રેનમાં ગંદકી કરવી અથવા તો જાહેર આરોગ્યને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કરવી કે બિન આરોગ્યપ્રદ વાતાવરણ ઊભું કરવું પણ ગુનો ગણાશે. કોરોનાના વાઇરસ ફેલાતા અટકાવાવ માટે રેલવે દ્વારા જાહેર કરાયેલી માર્ગરેખા પર અમલ નહીં કરવું એ ગુનો બનશે, એમ પણ કહેવામાં આવ્યું હતું.. આમ હવે એક વાત સમજી લેવી પડશે કે પહેલાની જેમ રેલવેમાં કે જાહેર જીવનમાં તમારે નિયમાનુસાર જ ચાલવું પડશે. તો જ કોરોનાથી બચી સકશું..

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version