Site icon

બોરીવલીમાં નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ, અમેરિકનોને આ રીતે આપતા હતા ઝાંસો.. છેતરપિંડી કરવાની રીત જાણીને ચોંકી જશો

બોરીવલી પોલીસે સેક્સ વર્ધક દવાઓના આંતરરાષ્ટ્રીય વેચાણ સાથે સંકળાયેલા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આરોપ છે કે આ ગેંગના લોકો અમેરિકન નાગરિકોને વાયગ્રા વેચતા હતા. આ માટે તેઓએ કોલ સેન્ટર પણ ખોલ્યા હતા

Fake call centre selling Viagra busted by Mumbai Police-5 arrested

બોરીવલીમાં નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ, અમેરિકનોને આ રીતે આપતા હતા ઝાંસો.. છેતરપિંડી કરવાની રીત જાણીને ચોંકી જશો

News Continuous Bureau | Mumbai

બોરીવલી પોલીસે ( Mumbai Police ) સેક્સ વર્ધક દવાઓના આંતરરાષ્ટ્રીય વેચાણ સાથે સંકળાયેલા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આરોપ છે કે આ ગેંગના લોકો અમેરિકન નાગરિકોને વાયગ્રા ( Viagra ) વેચતા ( selling ) હતા. આ માટે તેઓએ કોલ સેન્ટર ( Fake call centre )  પણ ખોલ્યા હતા. આ નકલી કોલ સેન્ટર દ્વારા તેઓ ભારત બહારના રહેવાસીઓને ફોન કરીને આ દવાઓ વિશે જણાવીને તેમની પાસેથી પૈસા વસૂલતા હતા. પોલીસે આ કોલ સેન્ટરના માલિક સહિત પાંચ લોકોની ( 5 arrested )  ધરપકડ કરી છે. આ લોકો લાઈફસ્ટાઈલ ફિટનેસ કોલ સેન્ટરના ઈન્ચાર્જ પણ હોવાનું કહેવાય છે.જોકે, આ કેસનો મુખ્ય સૂત્રધાર ફરાર છે.

Join Our WhatsApp Community

પોલીસના જણાવ્યા અનુસાર આઈપીસીની કલમ 276, 417, 419, 420 અને 34 અને આઈટી એક્ટની કલમ 65, 66 (કે), 66 (ડી), 72 (એ), અને 75 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીની નોંધ કરવામાં આવી છે. બોરીવલી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક નિનાદ સાવંતે જણાવ્યું હતું કે આરોપીઓને કોર્ટે 17 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.

બોરીવલી પોલીસના જણાવ્યા અનુસાર, આ રેકેટમાં સામેલ ટેલીકોલર વાયગ્રા, સિઆલિસ, લેવિટ્રા અને જેલી જેવી દવાઓ વેચવાના બહાને અમેરિકામાં લોકોને કોલ કરતા હતા અને અને પ્રતિબંધિત કામોત્તેજક દવાઓ પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપીને તેમને લાલચ આપતા હતા. જોકે ખરીદકર્તા દ્વારા પેમેન્ટ કર્યા પછી પણ, તેમને દવા મોકલવામાં આવી ન હોવાની, ફરિયાદ મળતાં પોલીસે છટકું ગોઠવ્યું અને ગોરાઈમાં એક બંગલામાં દરોડો પાડ્યો. આ પછી ત્યાંથી આ નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો.

આ સમાચાર પણ વાંચો:   દમદાર કામગીરી.. મુંબઈ પોલીસે જપ્ત કર્યા ‘આ’ દુર્લભ પ્રજાતિના 20 કાચબા, દાણચોરની બોરીવલીમાંથી કરી ધરપકડ..

કહેવામાં આવી રહ્યું છે કે પહેલા આ બંગલામાં કોચિંગ ક્લાસ ચાલતા હતા. જેને આરોપીઓએ ભાડે રાખ્યો હતો અને માર્ચ મહિનાથી અહીં લાઈફસ્ટાઈલ ફિટનેસ સેન્ટરના બહાને કોલ સેન્ટર ચલાવતો હતો. બોરીવલી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક નિનાદ સાવંતને બાતમીદાર દ્વારા આની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ ડીસીપી અજય કુમાર બંસલના નેતૃત્વમાં એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમે બંગલામાંથી બે મહિલાઓ સહિત 16 લોકોને પકડ્યા હતા. જોકે, આમાંથી 11 લોકોને તેમની સામે પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવ્યા હતા.આ ઉપરાંત સ્થળ પરથી 11 હાર્ડ ડિસ્ક અને કોમ્પ્યુટર જપ્ત કર્યા છે.

Mumbai YouTuber hostage case: મુંબઈના આર એ સ્ટુડિયોમાં ૧૫-૨૦ બાળકોને બંધક બનાવનાર યુટ્યુબર પકડાયો! તમામ બાળકો સુરક્ષિત
Private Coaching Classes: મુંબઈના ખાનગી કોચિંગ ક્લાસની તપાસ માટે સમિતિ બનાવો અને પંદર દિવસમાં અહેવાલ રજૂ કરો!
Thane traffic incident: થાણેમાં હેલ્મેટ અને નંબર પ્લેટ મુદ્દે ટ્રાફિક પોલીસ-સ્કૂટર સવાર વચ્ચે ઝઘડો, કેમેરા પર પકડાયા બાદ બંનેને દંડ!
Thackeray Election Plan: સત્તાની રમત: ઠાકરેના સ્થાનિક ચૂંટણીના પ્લાન લીક થતાં જ નવો વિવાદ, શું આનાથી પૂર્વ નગરસેવકો તૂટશે?
Exit mobile version