Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Fake Mantralaya Officer Arrest| મુંબઈમાં મંત્રાલયના નકલી અધિકારી બની વૃદ્ધા સાથે ૬૦.૪૭ લાખની છેતરપિંડી, માલાડ પોલીસે આરોપીને દબોચ્યો

Mumbai Fake Mantralaya Officer Arrest| ૨૩ વર્ષ જૂના પારિવારિક સંબંધો અને વિશ્વાસનો દુરુપયોગ કરી આચર્યું કૌભાંડ મ્હાડા (MHADA) ના ૫ ફ્લેટ અપાવવાના નામે પડાવ્યા લાખો રૂપિયા; કોર્ટે આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલ્યો.

Mumbai Fake Mantralaya Officer Arrest| મુંબઈમાં મંત્રાલયના નકલી અધિકારી બની વૃદ્ધા સાથે ૬૦.૪૭ લાખની છેતરપિંડી, માલાડ પોલીસે આરોપીને દબોચ્યો

Mumbai Fake Mantralaya Officer Arrest| મુંબઈમાં મંત્રાલયના નકલી અધિકારી બની વૃદ્ધા સાથે ૬૦.૪૭ લાખની છેતરપિંડી, માલાડ પોલીસે આરોપીને દબોચ્યો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mumbai Fake Mantralaya Officer Arrest| મુંબઈના મલાડ વિસ્તારમાં મંત્રાલયના મહેસૂલ વિભાગના નકલી અધિકારી બનીને એક જ પરિવારના સભ્યો પાસેથી મ્હાડા (MHADA) ના ૫ ફ્લેટ અપાવવાના નામે ૬૦.૪૭ લાખ પડાવી લેનાર શાતિર ઠગની મલાડ પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ ૨૩ વર્ષ જૂના પારિવારિક સંબંધો અને વિશ્વાસનો દુરુપયોગ કરીને આ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. કોર્ટે આરોપીને પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.

પૂરમાં તણાઈ ગયેલા ઝૂંપડાના વળતર તરીકે મ્હાડાના ફ્લેટ અપાવવાની આપી હતી લાલચ

મલાડ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર, ૬૯ વર્ષીય ફરિયાદી મહિલા પોતાના પરિવાર સાથે મલાડમાં રહે છે. નાલાસોપારામાં રહેતો આરોપી આ પરિવારને છેલ્લા ૨૩ વર્ષથી ઓળખતો હતો અને તેનું વારંવાર ફરિયાદીના ઘરે આવવા-જવાનું હતું, જેના કારણે પરિવારને તેના પર અંધવિશ્વાસ હતો. આરોપી જાણતો હતો કે વર્ષો પહેલાં કુર્લા પાઇપલાઇન વિસ્તારમાં આવેલા આ પરિવારના ૩ ઝૂંપડા ભારે વરસાદ અને પૂરમાં તણાઈ ગયા હતા અને તેની સાથે જોડાયેલા તમામ સરકારી દસ્તાવેજો પણ નાશ પામ્યા હતા. આરોપી તેના એક મિત્ર સાથે ફરિયાદીના ઘરે પહોંચ્યો અને દાવો કર્યો કે તેને મંત્રાલયના મહેસૂલ વિભાગમાં સરકારી નોકરી મળી ગઈ છે અને તે મ્હાડાના મકાનોની ફાઈલો સંભાળે છે.

અંધેરી, મલાડ અને ગોરેગાંવમાં ફ્લેટ બતાવીને બેંક ખાતામાં ઓનલાઇન અને રોકડા મેળવ્યા

આરોપીએ વૃદ્ધાને ભરોસો આપ્યો કે તે પૂરમાં તણાઈ ગયેલા ઝૂંપડાના વળતર તરીકે સરકાર તરફથી ૩ મ્હાડા ફ્લેટ મંજૂર કરાવી આપશે. તેણે અંધેરી, મલાડ અને ગોરેગાંવના એવરશાઇન નગરમાં ફ્લેટ ખાલી હોવાનું જણાવ્યું અને ફ્લેટ દીઠ ૧૨ લાખનો ખર્ચ થશે તેમ કહ્યું. વિશ્વાસ જીતવા માટે આરોપીએ આ પરિવારને ગોરેગાંવમાં એક બિલ્ડિંગના ૧૫મા માળે આવેલા ફ્લેટ બતાવ્યા હતા. આ સાથે જ તેણે ડિસ્કાઉન્ટ રેટ પર બીજા ૨ વધારાના ફ્લેટ આપવાની પણ ઓફર કરી હતી, જેથી આખો પરિવાર લાલચમાં આવી ગયો હતો. મ્હાડાના ફ્લેટ મળવાની આશામાં, પીડિત પરિવારના જુદા જુદા સભ્યોએ આરોપીના બેંક ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરી હતી. વૃદ્ધાના પુત્ર, પતિ, પુત્રવધૂ અને પુત્રીએ અલગ-અલગ તબક્કે ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આ સિવાય ૧૫ લાખ રોકડા આપવામાં આવ્યા હતા. આમ, કુલ ૫ ફ્લેટ માટે પરિવારે ૬૦.૪૭ લાખ ચૂકવ્યા હતા.

BKC માં બોલાવીને આરોપી ફરાર થયો, દોઢ મહિનાની શોધખોળ બાદ માલાડ પોલીસે ઝડપ્યો

આરોપીએ એલોટમેન્ટ લેટર (મંજૂરી પત્ર) આપવાના બહાને પરિવારને બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં સત્તાવાર સરકારી ઓફિસ પાસે બોલાવ્યો હતો, પરંતુ તે પોતે ત્યાં આવ્યો નહોતો. બાદમાં તેણે ફોન પર એવું જૂઠું બહાનું બનાવ્યું કે મંત્રાલયમાંથી મ્હાડાની મહત્વની ફાઈલ ચોરી થઈ ગઈ છે, જેના કારણે વિલંબ થઈ રહ્યો છે. ત્યારબાદ તે સતત બહાનાબાજી કરતો રહ્યો અને આખરે પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો. છેતરાયાનો અહેસાસ થતાં જ પીડિત મહિલાએ માલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મલાડ પોલીસે આરોપી વિરૂદ્ધ છેતરપિલ્ડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધતા જ તે ફરાર થઈ ગયો હતો. પોલીસ છેલ્લા દોઢ મહિનાથી તેને શોધી રહી હતી. આખરે ચોક્કસ બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલીસને આશંકા છે કે તેણે મંત્રાલયના નકલી અધિકારી બનીને મુંબઈના અન્ય કેટલાક લોકોને પણ મ્હાડા અને સરકારી યોજનાઓના નામે ચૂનો લગાવ્યો હોઈ શકે છે, જે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

👉 આ સમાચાર વાચો:
Navi Mumbai Airoli Molestation Case। રાહદારી મહિલાઓનો પીછો કરી અડપલાં કરનારો સ્કૂટર સવાર જેલના સળિયા પાછળ

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version