Site icon

બનાવટી ભારતીય ચલણ છાપનારી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ, ઉત્તર મુંબઈના આ વિસ્તારમાંથી સાત કરોડ રૂપિયાની બનાવટી નોટ જપ્ત, સાતની ધરપકડ. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,27 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Community

ગુરુવાર.

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની યુનિટ 11એ દહીસરમાંથી લગભગ સાત કરોડ રૂપિયાની બનાવટી ભારતીય કરન્સી જપ્ત કરી હતી. બનાવટી ભારતીય ચલણ છાપીને તેને બજારમાં ફેરવાનારી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કરીને ગેંગના સાત લોકોની ધરપકડ કરી હતી.

મળેલી ટીપને આધારે મંગળવારે મોડી સાંજે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે દહીસર ચેકનાકા પાસે એક કારને આંતરી હતી. કારમાં રહેલા ચાર લોકોની પોલીસે પૂછતાછ કરી હતી. તેમ જ કારની તલાશી લીધી હતી, જેમાંથી 250 નોટના બંડલ મળી આવ્યા હતા, જેની કિંમત લગભગ પાંચ કરોડ રૂપિયાની આસપાસ જણાઈ હતી.

કારમાં રહેલા લોકોની પૂછતાછ કરતા તેમના અન્ય ત્રણ સાથીદાર પણ હોવાની તેમણે કબૂલાત કરી હતી. મળેલી માહીતીને આધારે પોલીસે અંધેરી(પશ્ચિમ)માં આવેલી એક હોટલમાં રેડ પાડી હતી અને તેમની પાસેથી વધુ નોટના 100 બંડલ મળી આવ્યા હતા, જેની કિંમત બે કરોડ રૂપિયા થતી હતી.

મુંબઈ મહાનગર પાલિકાને રાહત, શહેરમાં કોરોનાના દૈનિક દર્દીઓનો આંક થયો સ્થિર; આજે આટલા નવા કેસ આવ્યા સામે

બનાવટી નોટોની સાથે જ પોલીસે તેમની પાસેથી લેપટોપ, સાત મોબાઈલ અને 28,170 રૂપિયા, આધાર કાર્ડ, પાન કાર્ડ તથા ડ્રાઈવીંગ લાઈસન્સ વગેરે મળી આવ્યું હતું.

પોલીસને તપાસ દરમિયાન જાણ થઈ હતી કે ભારતીય ચલણની બનાવટી નોટો છાપીને તેને દેશભરમાં માર્કેટમાં ડિસ્ટ્રિબ્યૂટ કરતી આખી આંતરરાજ્ય ટોળકી આમા સંડોવાયેલી છે. પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા, જયાં તેમને 31 જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version